________________
જાવંતિ ચેઈયાઈ સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્રમાં સર્વ ચૈત્યોને વંદના કરવામાં આવેલ છે, તેથી તેનું બીજું નામ સવ્ય ચેઈયવંદણ સૂત્ર' છે. •
ચૈત્યવંદનના પ્રારંભમાં “જે કિચિ” સૂત્ર બોલી તારક સર્વ તીર્થ અને તીર્થમાં રહેલાં જિનબિંબોને વંદના કરવામાં આવે છે. ત્યાર પછી પરમાત્માના સભૂત ગુણોના ઉત્કીર્તન માટે નમોડયૂણે સૂત્ર બોલાય છે. તેનાથી ભગવાન પ્રત્યેનો અહોભાવ અત્યંત વધતાં પરમાત્માનાં સર્વ ચૈત્યોને વંદના કરવાની અભિલાષા જાગૃત થાય છે. આ ભાવનાને સંતોષવા સાધક ચૈત્યવંદનમાં નમોકલ્યુર્ણ સૂત્ર બોલ્યા પછી આ સૂત્ર બોલી સર્વ ચૈત્યોને વંદન કરે છે.)
આ સૂત્ર શ્રાદ્ધપ્રતિક્રમણ (વંદિત સૂત્રોમાં પણ ૪૪મી ગાથાસ્વરૂપ છે. મૂળ સૂત્ર :
जावंति चेइयाई, उड्डे अ अहे अ तिरिअलोए अ । सव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई ।।१।।
પદ-૪: સંપદા-૪: અક્ષર-૩૫