________________
શ્રી પુ′′રવરદી સૂત્ર
“મહાન પ્રભાવવાળો આ શ્રુતધર્મ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદા માટે વૃદ્ધિ પામો ! મારું જ્ઞાન સદાકાળ વધતું રહે, તે માટે શ્રુતવિષયક વાચના, પૃચ્છના, પરાવર્તના અને અનુપ્રેક્ષાદિ કરતાં શ્રુતનિર્દિષ્ટ ભાવોને સૂક્ષ્મતાથી જોવાની મને શક્તિ મળો ! તે તે ભાવોનું ઊંડું અવગાહન કરવાનું સામર્થ્ય મળો !” આવી પ્રાર્થના દ્વારા જ્યારે જીવને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પેદા થાય છે, ત્યારે તેને મોક્ષમાર્ગ ઉપર કઈ રીતે ચાલવું, તે માટે કયો પ્રયત્ન કરવો તે વધુ સ્પષ્ટ સ્પષ્ટતર થાય છે અને જીવ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે.
૨૭૫
સૂત્રના અંતે સાધક પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે, “કુમતોનો પરાભવ કરી, તેમની ઉપર વિજય મેળવવા દ્વારા મારા હૈયામાં સદા માટે શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ” અનાદિકાળથી આ જગતમાં અનેક પ્રકારના કુમતો પ્રવર્તે છે. આ કુમતો અન્ય સર્વ સ્થાનોમાં તો પોતાનું સામ્રાજ્ય-સ્થાપિત કરે છે પણ આપણા ચિત્ત ઉપર પણ અનાદિકાલીન કુવાસનાઓને કારણે કુમતનું સામ્રાજ્ય જ વિજયવંતુ છે.
કુમતથી પ્રભાવિત હોવાના કારણે જ આત્મા શરીરથી ભિન્ન હોવા છતાં આપણને તે જુદો લાગતો નથી. આંપણને તો એવું જ લાગે છે કે, “શરીર એ જ હું”, વળી, શીરાદિનાશવંત હોવા છતાં તે કુવાસનાઓના કારણે શરીરાદિ. શાશ્વત લાગે છે. ક્યારેક બુદ્ધિમાં તેની નશ્વરતા સ્વીકારીએ તોપણ પ્રવૃત્તિ તો એવી જ કરીએ છીએ કે જાણે શરીર શાશ્વત કાળ ટકવાનું હોય.
જીવનમાં જે કોઈ પ્રતિકૂળતાઓ આવે છે તે આપણા કર્મના કારણે આવે છે અને અંદરમાં પડેલાં રાગાદિ દોષને કારણે તે પ્રતિકૂળતાઓ દુ:ખકારક લાગે છે. આ વાસ્તવિકતા હોવા છતાં કુમતના સંસ્કારોના કારણે તેમાં આપણને અન્યનો દોષ લાગે છે. આવી પરિસ્થિતિ હોવાથી શ્રુતસ્તવના અંતે સાધક પ્રાર્થના કરે છે કે,
“હે પ્રભુ ! કુમતના સંસ્કારોનો નાશ કરતાં મારામાં શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ. હું જેમ જેમ શ્રુતાભ્યાસ કરું શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વાધ્યાયાદિ કરું, એક એક પદ ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરું તેમ તેમ કુમતના સંસ્કારો ધીમે ધીમે