________________
૨૭૪
સૂત્રસંવેદના-૨
જ્ઞાન જૈનમતમાં રહેલું છે, તેમ કહેવાનું કારણ એ જ છે કે, આ સિદ્ધાંત જ્ઞાનનું કારણ બને છે. જેમ જ્યોતિષ, સંગીત આદિનું જ્ઞાન જે પુસ્તકના માધ્યમે મળે છે, તે પુસ્તકમાં તે વિષયનું જ્ઞાન છે તેમ કહેવાય છે. તેમ સર્વ વિષયનું જ્ઞાન જૈન શાસ્ત્રથી થતું હોઈ આ શાસ્ત્રમાં તેનું જ્ઞાન છે, તેમ કહેવાય છે. અર્થાત્ જેનશાસ્ત્રો (દ્વાદશાંગી)માં દુનિયાના કોઈપણ વિષયનું જ્ઞાન બાકી નથી.
નમિvi તે માસુર (ગસ્થ પશિ) - (વળી) મર્યલોક= મનુષ્યલોક, સુરલોક અને અસુરલોક એ ત્રણે લોકસ્વરૂપ આ જગત (પણ) શ્રુતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે.
શ્રુતજ્ઞાન ત્રણે લોક સ્વરૂપ જગતનો બોધ કરાવે છે. તેથી એમ કહી શકાય છે કે, જગત આખું શ્રુતજ્ઞાનમાં રહેલું છે.
કેટલાક લોકો માત્ર મનુષ્યલોકને જ જગત તરીકે સ્વીકારે છે, પણ એ ખોટું છે. આ વિશ્વ ત્રણ લોકથી બનેલું છે. મનુષ્યલોક, સુરલોક અને અસુરલોક.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનથી ઊર્ધ્વ-અધો અને તિર્થાલોક સ્વરૂપ સમગ્ર વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વિશ્વ કેવું છે ? તેની વ્યવસ્થા કેવી છે ? તેમાં કયા કયા પદાર્થો સમાયેલા છે ? તે પદાર્થો કેવા છે ? તે ક્યારથી છે ? ક્યાં સુધી રહેવાના છે, વગેરે સર્વ બાબતનું જ્ઞાન જૈનશાસ્ત્રથી થાય છે, આથી જ સમસ્ત વિશ્વ શ્રુતજ્ઞાનમાં સમાયેલું છે, તેમ કહેવાય છે.
હવે આવા ઉત્તમ કૃતધર્મની વૃદ્ધિની આશંસાથી કહે છે – થmો વડૂ સીસો 2 વિનયો - (ઈતરવાદીઓને) જીતવા દ્વારા શ્રતધર્મ હંમેશ માટે વૃદ્ધિ પામો. 10. અહીં મર્યલોકથી તિચ્છલોક= મનુષ્યલોક લેવાનો છે અને અસુરલોકથી ભવનપતિનો
વસવાટ ક્યાં છે તે અધોલોક લેવાનો છે અને સુરલોકસ્વરૂપ ઉદ્ગલોક અધ્યાહારથી
ગ્રહણ કરવાનો છે. 11. શેયપણાથી આખું જગત જિનમતમાં પ્રતિષ્ઠિત છે=રહેલું છે. જિનમત=જ્ઞાન અને
જગત=વિષય, શેય. 12. અહીં સાસગો શબ્દ ક્રિયાવિશેષણ છે.