________________
સૂત્રસંવેદના-૨
નબળા પડતા જાય. મારા અંતરમાંથી કુમતનું સામ્રાજ્ય હટતું જાય. આ રીતે જો શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તો જ મને સાચી સમજ પ્રાપ્ત થાય. સાચી સમજ પ્રાપ્ત થતાં મારી શ્રદ્ધા તીવ્ર બને અને શ્રદ્ધાની તીવ્રતા દ્વારા હું સમ્યગ્દર્શન આદિ ગુણોને પામી સર્વવિરતિ સુધી પહોંચી શકું.
૨૭૬
પ્રભુ ! આથી જ આજે આપને પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદાકાળ મહાપ્રભાવવાળું આ શ્રુતજ્ઞાન મારામાં વધ્યા કરે. પ્રભુ ! વાચનાદિ દ્વારા પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી મને શ્રુતના સૂક્ષ્મભાવોને જોવાની ક્ષમતા પ્રાપ્ત થાઓ”
આ રીતે ભાવપૂર્ણ હૃદયે પ્રાર્થના કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ થાય છે અને સાધક શ્રુતજ્ઞાન દ્વારા છેક કેવંળજ્ઞાન સુધી પહોંચી શકે છે.
ધમ્મુત્તર વઝુડ - (ચારિત્ર) ધર્મની ઉત્તરમાં (પણ શ્રુતધર્મની) વૃદ્ધિ
થાઓ.
‘જ્ઞાનસ્ય વિરતિ’- જ્ઞાનનું ફળ વિરતિ છે. સમ્યક્ શ્રુતજ્ઞાનનું ફળ સર્વવિરતિની પ્રાપ્તિ છે. વિરતિ મળ્યા પછી પણ સાધકને કેવળજ્ઞાન સુધી પહોંચવાની ભાવના છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ શ્રુતજ્ઞાન એ ૫૨મ સહાયક તત્ત્વ છે. આથી જ સાધક ‘મારું શ્રુતજ્ઞાન વધો' એવી પ્રાર્થના કર્યા પછી આગળ પ્રાર્થના કરતાં કહે છે કે, ‘હે પ્રભુ ! સર્વવિરતિની પ્રાપ્તિ થયા પછી હું ક્યાંય પ્રમાદને આધીન ન બનું હવે મને બધું મળી ગયું છે એમ માની બેસી ન રહું. તે માટે આપને વિનંતી કરું છું કે ચારિત્રધર્મ પ્રાપ્ત થયા પછી પણ ક્ષપકશ્રેણી યોગ્ય શ્રુતજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારામાં ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતી જાય તેવી પ્રભુ મને શક્તિ આપજો !
જિજ્ઞાસા : શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ ! ચારિત્ર ધર્મની ઉત્ત૨માંય શ્રુતધર્મ વધો ! આવી પ્રાર્થનાને આશંસા ન કહી શકાય ?
-
13. પ્રાતિભજ્ઞાન એ અરુણોદયની જેમ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચેનું જ્ઞાન છે. તે આવ્યા પછી જીવને ટૂંક જ સમયમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રાતિભજ્ઞાન શ્રેણિમાં આવે છે, તેની સહાયથી જીવ પ્રચંડ પુરુષાર્થ ફોરવીને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે. આત્માની અનુભૂતિને મેળવવા માટેની ક્ષયોપશમજન્ય પ્રકૃષ્ટ બુદ્ધિ, એ જ. પ્રાતિભજ્ઞાન છે. આ જ્ઞાનમાં માર્ગાનુસા૨ી પ્રકૃષ્ટ ઉહ (બુદ્ધિ) હોય છે.