________________
૨૭૭
તૃપ્તિ : આ પ્રાર્થના આશંસારૂપ જરૂર છે, પરંતુ આ આશંસા અનાશંસભાવરૂપ મોક્ષનું કારણ બને તેવી છે, માટે મોક્ષના અભિલાષીએ સતત રાખવાની છે. કેમ કે આવી પ્રાર્થનાથી જ મોક્ષનું બીજાધાન થાય છે. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવનાથી તીર્થંકરનામકર્મ બંધાય છે, આથી શ્રુતવૃદ્ધિની આ પ્રાર્થના આશંસારૂપ હોવા છતાં ઉપાદેય છે.
આ ગાથા બોલતાં સાધક શ્રુતજ્ઞાન તથા શ્રુતધર મહર્ષીઓને સ્મૃતિપટ પર બિરાજિત કરી તેમની સાક્ષીએ શ્રુતજ્ઞાનને ભાવપૂર્ણ હૃદયે બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતાં પ્રાર્થના કરે છે કે,
‘હે પ્રભુ ! આ શ્રુતજ્ઞાન દ્વારા મારામાં હંમેશા ચારિત્રધર્મની વૃદ્ધિ થજો ! ત્રણે જગતનો સ્પષ્ટ બોઘ કરાવનાર આ શ્રુતજ્ઞાન મારામાં માત્ર શબ્દરૂપે હિ; પરંતુ કુમતના કુસંસ્કારો ઉપર વિજય મેળવવા રૂપે વૃદ્ધિ પામજો ! ચારિત્રધર્મ આવી ગયા પછી પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી મારામાં આ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થયા કરજો !”
પ્રાર્થનાથી સંતોષ ન થતાં સાધક આગળ વધી હવે શ્રુતધર્મની આરાધના માટે કાયોત્સર્ગ કરે છે.
સુગલ્સ ભાવો રેમિ ઝાકસ્સાં વંવળવત્તિયાણૢ - પૂજ્ય એવા આ શ્રુતધર્મના વંદન-પૂજનાદિ માટે હું કાયોત્સર્ગ કરું છું.
‘મળવો’ એટલે ‘ભગવાન’ તે ‘સુખસ’ વિશેષણ છે. તે શ્રુત ભગવાનના વંદન નિમિત્તે `હું કાઉસ્સગ્ગ કરું છું એવો અર્થ થાય. ‘મળવો’ નો અર્થ ઐશ્વર્યાદિ ગુણવાળું અથવા પૂજ્ય એવો થાય છે.
શ્રુતજ્ઞાન ત્રણે જગતને પૂજ્ય છે. ઊર્ધ્વલોકના વૈમાનિક આદિ દેવો, અધોલોકના ભવનપતિ આદિ દેવો તથા તિતિલોકના માનવીઓ આ શ્રુતજ્ઞાનને ભાવથી નમસ્કાર કરે છે, તેની આજ્ઞાને શિરોધાર્ય કરે છે અને તેના પ્રત્યે અત્યંત આદર બહુમાનભાવ ધારણ કરે છે. વળી, આ શ્રુતજ્ઞાન જેનામાં હોય છે, તેનું પુણ્ય એવું પ્રબળ થાય છે કે જેના કારણે તેમને વિશિષ્ટ કોટિના ઐશ્વર્ય, રૂપ, બળ, લક્ષ્મી આદિ પ્રાપ્ત થાય છે.