________________
૨૭૮
સૂત્રસંવેદના-૨ ,
અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે, શ્રુતજ્ઞાન એ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થતો આત્માનો ગુણ છે. આ ગુણને અવલંબીને ગુણવાન વ્યક્તિને જે ફાયદા થાય છે તે ફાયદા પણ ગુણ-ગુણીનો અભેદ હોવાથી ગુણના જ ગણાય છે. આથી જ ઐશ્વર્ય, રૂપ આદિ વાળો તો શ્રુતજ્ઞાની સાધક બને છે, છતાં અહીં શ્રુતજ્ઞાનને જ ભગવાન કહેવાય છે, પૂજ્ય કહેવાય છે.
પૂજ્ય એવા શ્રુતજ્ઞાનના વંદન-પૂજન-સત્કાર સન્માન આદિ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું. તે નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું એટલે શ્રુતધર્મના વંદનાદિથી અન્યને જે લાભો થયા છે તે લાભો મને પણ મળે તેવી આશંસાપૂર્વક હું કાઉસ્સગ્ન કરું છું. -
પુખરવરદી સૂત્ર દ્વારા શ્રુતજ્ઞાનને સ્વર્ય નમસ્કાર વંદન આદિ કર્યા પછી હજુ જેને સંતોષ નથી થતો એવો સાધક શ્રુતજ્ઞાનની વિશેષ ઉપાસના માટે કાયોત્સર્ગ કરે છે, તેના દ્વારા શ્રુતના ઉપાસકોની અનુમોદના કરે છે. આ અનુમોદના દ્વારા પોતાને પણ તેં ફળ પ્રાપ્ત થાય તેવી ઇચ્છા રાખે છે.
અહીં વંદુવત્તિવાઈ થી આગળ પૂર્ણ રિહંત રેફયાનું સૂત્ર બોલી તથા અન્નત્ય સૂત્ર બોલી એક નવકારનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ શ્રતની આરાધના માટે છે. તેથી કાયોત્સર્ગ પાળીને શ્રુતજ્ઞાનના માહાભ્યને બતાવતી થોય બોલવામાં આવે છે.
આ કાયોત્સર્ગ કરવાનું કારણ એ છે કે, પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ જ્ઞાનની પરાકાષ્ઠાને પામેલા છે અને આચાર્યાદિ પણ વિશેષ પ્રકારે જ્ઞાનાદિ માટે યત્ન કરનાર છે, તેથી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા તેમને નમસ્કાર કરવાથી તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણોનું બહુમાન, પોતાના જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરાવી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે.
સુમ બાવો બોલીને જ્યારે કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે આ સૂત્રમાં બતાવેલું શ્રુતજ્ઞાનનું માહાભ્ય બુદ્ધિમાં ઉપસ્થિત હોવું જોઈએ અને આવા શ્રુતની આરાધના માટે હું કાયોત્સર્ગ કરું છું; તેવું ખ્યાલમાં રાખવું જોઈએ, તો જ આ કાયોત્સર્ગનું વિશિષ્ટ ફળ મળી શકે છે.