________________
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
સૂત્ર પરિચય :
ધર્મક્રિયાનું અંતિમ લક્ષ્ય અને ફળ સિદ્ધ અવસ્થા છે. આ સૂત્રમાં સિદ્ધ અવસ્થાનું સ્વરૂપ વર્ણવીને સિદ્ધભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. તેથી આ સૂત્રનું બીજું નામ “સિદ્ધસ્તવ' છે.
સિદ્ધ અવસ્થાનું જ્ઞાન, સિદ્ધના આત્માઓનો આનંદ, સિદ્ધ ભગવંતોના સુખની શ્રદ્ધા જ ભવ્યાત્માને ધર્મકાર્યમાં પ્રેરણા પૂરી પાડે છે. ધર્મ કરીને આવું સુખ મને મળવાનું છે, આવી અવસ્થા મને પ્રાપ્ત થવાની છે, આવી સમજ ધર્મમાર્ગમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે.
આ સૂત્રની પહેલી ગાથામાં સિદ્ધભગવંતો કેવા છે ? તેમનું જ્ઞાન કેવા પ્રકારનું છે ? તેઓ સંસારના પારને કઈ રીતે પામ્યા વગેરે બતાવવામાં આવ્યું છે. આવા સ્વરૂપે સિદ્ધભગવંતોનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવામાં આવે તો સાધક ક્રમિક વિકાસ સાધતો છેક સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સુધી જરૂર પહોંચી શકે છે.
બીજી ગાથામાં આપણા આસન્ન ઉપકારી વીરભગવંતની વિશેષતા જણાવી તેમને વંદના કરવામાં આવી છે. ત્રીજી ગાથામાં આ વિર ભગવાનને પૂર્ણ ભાવથી કરેલો એક પણ નમસ્કાર કેવા ઉત્તમ કોટિના ફળને આપે છે, તે જણાવ્યું છે. ચોથી ગાથામાં બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનના કલ્યાણકના