________________
અરિહંતચેઈયાણં સૂત્ર
પૂજન અને સત્કાર કર્યા પછી પણ પરમાત્માની ભાવ-ભક્તિમાં વિશેષ પ્રકારે ઉપયોગવાળા બનવા માટે, અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ કરાવતાં, તેમની શ્રેષ્ઠતાનું વર્ણન કરતાં, તેમની ઉપકારિતાને યાદ કરાવતાં, મહાપુરુષોએ રચેલાં સ્તવન, સ્તુતિ, સ્તોત્ર કે ગીતાદિથી પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરવી, તે સન્માન છે.
મહાપુરુષોએ રચેલાં અર્થગંભી૨ સ્તોત્રાદિના સહારે સાધક, પરમાત્મા સાથે જ્યારે તાદાત્મ્ય ભાવને સાધવા પ્રયત્ન કરે છે, ત્યારે તે સાધક દુન્યવી સુખોને ક્યાંય ઓળંગી જાય તેવા મહાઆનંદને પ્રાપ્ત કરી શકે છે. તે વખતની તેની અનુભૂતિના શબ્દો જ તેની સાખ પૂરે છે.
“હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં... બીસર ગઈ દુવિધા તન-મન કી, અચિરાસુત ગુણ ગાન મેં...” “દુ:ખ દોષગ ક્રૂરે ટળ્યા રે.... સુખ સંપદશું ભેટ
ધીંગ ધણી માથે કીનો રે..., કુણ ગંજે નર ખેટ”
૨૦૩
“આવી વિશિષ્ટ રચનાઓ દ્વારા મહાપુરુષોએ જે આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો અને તેના દ્વારા તેમણે જે કર્મની નિર્જરા કે વિશિષ્ટ પુણ્યનો બંધ કર્યો, તે સર્વે ફળ મને આ કાયોત્સર્ગથી મળો ! એવી ભાવના કાયોત્સર્ગ કરતાં કરવાની છે.
આ પદ બોલતાં સાધક વિચા૨ે કે,
"
‘આ પ્રતિમાની સ્તવના કરી કેટલા યોગ્યજીવોએ કેવી સુખદ સંવેદના કરી હશે ! કેવો અપૂર્વ આનંદ અનુભવ્યો હશે ! તે દ્વારા તેઓએ કેવા વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કર્યા હશે ! હે પ્રભુ ! હું તેમના તે તે ભાવોની અનુમોદના કરું છું અને આ કાઉસ્સગ્ગ દ્વારા મને પણ તેવા જ ભાવોનો લાભ થાય તેવી ભાવના ભાવું છું”
“વંતળવત્તિયા” ઈત્યાદિ પદો બોલતાં - વંદન, પૂજન અને સત્કારના કાળમાં જે જે વિશેષ ભાવો થવાની સંભાવના છે તે ભાવોની અનુમોદના માટે, “હું કાયોત્સર્ગ કરું છું અને કાયોત્સર્ગ કરીને મારે તે ભાવોથી થનારું ફળ મેળવવું છે” - તે વાત મનમાં દૃઢ કરીને, જો તે તે પદોનું ઉચ્ચારણ થાય તો તે વખતે જ વિશિષ્ટ ભાવો હૃદયને સ્પર્શી શકે છે. માટે કાયોત્સર્ગથી મને