________________
સૂત્રસંવેદના-૨
આ ફળ પ્રાપ્ત થાઓ ! એવા લક્ષ્ય સાથે તે તે પદો બોલવાનાં છે.
હવે વંદન, પૂજન, સત્કાર અને સન્માન આદિથી પણ કયું ફળ જોઈએ છે ? તે જણાવતાં કહે છે
૨૦૪
વોહિલ્ટામવત્તિયાણ - બોધિલાભના નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) બોધિરૂપ ફળની પ્રાપ્તિ માટે હું કાયોત્સર્ગ કરું છું.
મુમુક્ષુ આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય છે. મુમુક્ષુ સમજે છે કે, મોક્ષ એમને એમ પ્રાપ્ત ન થાય. મોક્ષ માટે સૌ પ્રથમ તો પોતાના આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવવો પડે. સમ્યગ્દર્શન આવ્યા વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ થયો નથી. હા ! ચારિત્ર વિના મોક્ષ મળી શકે છે, પરંતુ સમ્યગ્દર્શન વિના તો મોક્ષ ન જ મળે. આથી જ આ પદ બોલતાં સાધક વિચારે કે,
kr
* આ કાયોત્સર્ગથી મને વંદન-પૂજન-સત્કાર અને સન્માનનું અન્ય કોઈ ફળ હ પણ બોધિની પ્રાપ્તિરૂપ ફળ મળો.”
જિજ્ઞાસા : શ્રાવક કે સાધુપણાની ભૂમિકામાં રહેલા આત્માઓ જ પ્રાયઃ કરીને ચૈત્યવંદન કરે છે અને તેમને તો સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયેલા જ હોય છે, તો તેમણે આ બોધિરૂપ ફળ માટે કાયોત્સર્ગ શા માટે કરવાનો ?
તૃપ્તિ : સાધુ ભગવંતો અને શ્રાવકો પણ કાયોત્સર્ગ દ્વારા બોધિરૂપ ફળને ઈચ્છે છે. કારણ કે, શુદ્ધિના ભેદે સમ્યગ્દર્શનના અસંખ્ય પ્રકારો છે. ચતુર્થ ગુણસ્થાનકથી પ્રારંભી સંપૂર્ણ શુદ્ધ કક્ષાનું સમ્યગ્દર્શન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાને જે ભૂમિકાનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તેનાથી ઉપરની ભૂમિકાના સમ્યગ્દર્શન માટે અને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવા માટે આ માંગણી યોગ્ય જ છે. વળી વ્યવહારથી અપુનર્બંધક અવસ્થાને પામેલા સાધકો પણ ચૈત્યવંદનની ક્રિયા કરે છે. તેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોતું નથી, તેથી તેઓ તો આ પદ બોલી કાયોત્સર્ગના ફળરૂપે સમ્યગ્દર્શનની માંગણી ચોક્કસ કરી શકે છે.
6. दंसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ।। સમ્યગ્દર્શનથી પડેલો તે પડેલો જ છે. કેમ કે સમ્યગ્દર્શનથી પડેલાને મોક્ષ મળતો નથી. ચારિત્ર વિનાની વ્યક્તિ મોક્ષમાં જઈ શકે છે, પણ સમ્યગ્દર્શન વિના કોઈ સાધકને મોક્ષ મળતો નથી. - સંબોધ સિત્તરી