________________
શ્રી કલ્યાણ-કંદ સૂત્ર
૨૨૩
જિનોમાં ભગવાન ઈન્દ્ર તુલ્ય છે. કેમ કે તેઓએ સ્વયં રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે અને અનેક આત્માઓને રાગાદિ શત્રુ ઉપર વિજય મેળવવાનો માર્ગ બતાવ્યો છે. જિનોમાં ઈન્દ્ર તુલ્ય અને નામ પ્રમાણે ગુણવાળા શાંતિનાથ ભગવાન કષાયથી સંતપ્ત આત્માને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. नेमिजिणं मुर्णिदं :
ત્યાર પછી મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને વંદના કરવામાં આવે છે. મુનિ તેને કહેવાય કે, જે સંસારથી વિરક્ત થઈ સતત મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કરતા હોય. આવા મુનિઓમાં પણ નેમિનાથ ભગવાન ઈન્દ્ર તુલ્ય છે, કેમ કે, જીવ માત્ર પ્રત્યેની અત્યંત કરુણાથી, ભરયુવાન વયે, જેઓએ નવ-નવ ભવની પ્રીતિવાળી રાજીમતિનો સહજતાથી ત્યાગ કરી મહાસત્ત્વપૂર્વક સંયમજીવનને સ્વીકારી અને ચોપ્પનમાં દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મતીર્થની સ્થાપના કરી હતી. આવા બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનનું ધ્યાન મુનિઓ માટે પણ પરમ કલ્યાણનું કારણ બને છે. આ પદ દ્વારા મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને આદર અને બહુમાનપૂર્વક કરેલો નમસ્કાર બ્રહ્મચર્યના પાલનમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર કર્મોનો નાશ કરી, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે.
પા પા સુળિલોડા, મીફ વંદે સિરિdદ્ધમાખi : પ્રકાશ કરનારા પાર્શ્વનાથ ભગવાનને (અને) સારા ગુણોના એક સ્થાનભૂત એવા શ્રીવર્ધમાનસ્વામીને ભક્તિપૂર્વક હું વંદન કરું છું.
પારં પાર્સ: પાર્થ પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમના પુણ્ય પ્રભાવથી અમાસની અંધારી રાત્રે પણ વામા માતા સર્પને જોઈ શક્યાં હતાં. આ રીતે પ્રભુ દ્રવ્યથી પ્રકાશક બન્યા. વળી, કેવળજ્ઞાન પામી દેશના આપવા દ્વારા પરમાત્માએ જગતના જીવોને જડની આસક્તિથી થતાં ઉપદ્રવો અને જીવ સાથેના મોહકૃત સંબંધોથી થતી પીડાઓમાંથી છૂટીને પરમ સુખને પ્રાપ્ત કરવાનો રાહ બતાવ્યો. આ રીતે પરમાત્મા ભાવથી પ્રકાશક બન્યા. ભાવથી પ્રકાશક એવા પાર્શ્વનાથ પરમાત્માનું વંદન, ભાવપ્રકાશ સ્વરૂપ સન્માર્ગને પ્રાપ્ત કરવામાં આવતાં વિઘ્નોનો નાશ કરી સન્માર્ગમાં ચાલવા માટેના વીર્યની વૃદ્ધિ કરે છે.
सुगुणिक्क-ठाणं सिरिवद्धमाणं भत्तीइ वंदे : જન્મથી માંડીને શ્રીવીરપરમાત્માની એક એક અવસ્થા અને તેમની એક એક