________________
સૂત્રસંવેદના-૨
હોય. તેથી સમાધિમરણની માંગણી કરી સાધક સમગ્ર જીવનકાળની સમાધિ માંગી લેવા ઈચ્છે છે. તેમજ જીવનની સમાધિ માટે જરૂરી દુ:ખનો ક્ષય કર્મનો ક્ષય પહેલા જ માંગી લીધો છે એ બધી માંગણીઓ જેના માટે જરૂરી હતી એ સમાધિ મરણ હવે માંગ્યું છે, કારણ કે જેનો અંત સુધર્યો એનું બધું જ સુધર્યું. સમાધિ મ૨ણ મળશે તો સદ્ગતિ મળશે ફરી સમાધિમય જીવનને ફરી સદ્ગતિની પરંપરા મળશે અને અંતે મોક્ષ પ્રાપ્તિ શીઘ્ર થશે.
૧૯૨
સમ્યગ્દર્શન એ પાયાનો ગુણ છે. પાયા વગર ઈમારત ચણી શકાતી નથી. તેથી પાયાના ગુણ તરીકે એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પરમાત્માને પ્રાર્થના કરે છે. बोहिलाभो अ અને બોધિલાભ.
11
“હે નાથ ! આપને કરેલા પ્રણામથી મને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ.' બોધિ એટલે સમ્યગ્દર્શન અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી તેનો લાભ એટલે પ્રાપ્તિ.
સાધનાનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જ જ્ઞાન અને ક્રિયા મોક્ષનું કારણ બને છે. જ્યાં સુધી મિથ્યાત્વરૂપ મલ નાશ પામતો નથી અને જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી ગમે તેટલી સારી ધર્મક્રિયા કરે કે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન મેળવે, તો પણ તે જ્ઞાન અને ક્રિયા મોક્ષનું કારણ બની શકતી નથી. તેથી જ સાધક આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરતાં કહે છે કે,
“હે પ્રભો ! જ્યાં સુધી મિથ્યાત્વરૂપ વિષનું વમન નહિ થાય અને સમ્યક્ત્વ રૂપ અમૃતનું સિંચન નહિ થાય ત્યાં સુધી તારા શાસનની, તારી આજ્ઞાની સાચી ઓળખ નહિ થાય, શાસનની ઓળખ વિના તેનું યથાર્થ પાલન નહિ થાય, આજ્ઞાના પાલન વિના કર્મનો નાશ નહિ થાય અને કર્મનાશ વિના મુક્તિ મળશે નહિ; તેથી હે નાથ ! આપ મારા મિથ્યાત્વનો નાશ કરાવી મને બોધિની પ્રાપ્તિ કરાવો ”
હવે જે ૫૨માત્માના શાસનથી આ બધું મળે છે, તે પરમાત્માના શાસન પ્રત્યેના સદ્ભાવને વ્યક્ત કરતાં કહે છે
I
'सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं નયતિ શાસનમ્ - સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણનું કારણ તથા સર્વ
-