________________
જયવીયરાય સૂત્ર
રૌદ્રધ્યાનમાં ખેંચાઈ જતું હોય, ત્યારે સાધના માટે અને અશુભ ધ્યાનથી બચવા માટે માત્ર મનની સ્વસ્થતા જાળવવા પૂરતી આ માંગણી કરવામાં આવે તો તે અયોગ્ય નથી કારણ કે, સાધક આ સામગ્રીઓની માંગણી સંસાર પોષવા માટે કરતો નથી, પરંતુ સાધનાના એક અંગરૂપે કરે છે. ભવથી વિરક્ત અને મોક્ષમાર્ગની સાધના કરવાની ઈચ્છાવાળા સાધકને મનની સ્વસ્થતા પણ દુન્યવી સુખ ભોગવવા માટે જોઈતી નથી, પરંતુ મનની વ્યગ્રતામાં ધર્મની આરાધના સુંદર થઈ શકે તેમ નથી, માટે ધર્મમાર્ગમાં આગળ વધવા અને સ્થિરતાપૂર્વક આરાધના કરવા પૂરતી જ તેની આ માંગણી છે.
૧૭૫
વળી જે શ્રાવક કે સાધુને વર્તમાનમાં કોઈપણ પ્રતિકૂળતા નથી, તો પણ ભવિષ્યમાં મોક્ષમાર્ગના વેગિલા ગમનમાં વિઘ્ન કરનાર કોઈ પ્રતિકૂળતા ન આવે તેવી ઈચ્છાથી તે આ માંગણી કરે તો તે પણ યોગ્ય છે. કેમ કે, ભક્તિપૂર્વકની આવી પ્રાર્થના ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિનું કારણ બને છે.
મોક્ષમાર્ગમાં ચાલતાં સાધકને પણ અનાદિ કુટેવો-કુસંસ્કારો ક્યારેક લોકવિરુદ્ધ કાર્યમાં પ્રવર્તાવે છે અને ધર્મીજન જો લોકવિરુદ્ધ કાર્યમાં પ્રવર્તે તો ધર્મનું લાઘવ થાય છે, આથી હવે પ્રભુ પાસે ચોથી માંગણી લોકવિરુદ્ધના ત્યાગની કરે છે.
ોવિરુદ્ધગ્રાો - લોકમાં જે વિરુદ્ધ છે તેનો ત્યાગ.
“હે વીતરાગ ! મને તમારા પ્રભાવથી શિષ્ટજનો જેને વિરુદ્ધ માનતા હોય તેવા લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કરાવો.”
લોક શબ્દથી અહીં સામાન્ય લોક નહિ સમજતાં શિષ્યલોક-સજ્જનલોક સમજવાનો છે. સજ્જનલોકમાં જે કાર્ય નિંદનીય ગણાતું હોય, સજ્જન લોક જે કાર્યનો વિરોધ કરતા હોય અને આ લોક અને પરલોકમાં જે ખરાબ ફળને આપનાર હોય તેવાં હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર આદિ કાર્યોને લોકવિરુદ્ધ કાર્ય
કહેવાય છે.
તદ્ઉપરાંત સામાન્યજન જેને અતિ ખરાબ નથી માનતા, તેવાં નિંદા, હાસ્ય, મશ્કરી આદિ કાર્ય પણ સજ્જનલોકમાં નિષિદ્ધ ગણાય છે, માટે ધર્માત્માએ આવાં કાર્યનો પણ ત્યાગ કરવો જોઈએ.
ધર્માત્માઓ ધર્મ સાથે સંકળાયેલા હોય છે, તેઓ જ્યારે લોકવિરુદ્ધ કાર્યો કરે ત્યારે શિષ્ટ લોકને પણ થાય કે, આ લોકોનો ધર્મ જ આવો હશે, તેમાં