________________
સૂત્રસંવેદના-૨
આવું આવું કરવાની છૂટ હશે ? એટલે લોવિરુદ્ધ કાર્ય કરનાર જિનનો ભક્ત માત્ર પોતાનું હીણું દેખાડે છે તેમ નહિ, પરંતુ પોતાના નિમિત્તે ઉત્તમ એવા ધર્મની પણ કિંમત ઘટાડે છે. વળી ધર્મનું લાઘવ કરનારી આવી પ્રવૃત્તિથી ધર્માત્માને પણ અત્યંત ક્લિષ્ટ કર્મ બંધાય છે. આથી ધર્મમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે.
લોકવિરુદ્ધ કાર્ય7 :
૧. સર્વજનની નિંદા : કોઈનું પણ ઘસાતું બોલવું તે નિંદા છે. બે જણ ભેગા થઈને જેની વાત કરતા હોય તે વ્યક્તિ આવીને ઊભી રહે તો તે વખતે વાત પલટવી પડે તો સમજવું કે તે નિંદા છે. નિંદા સૌને અપ્રિય છે. નિંદકને જ્ઞાનીઓએ ‘પીઠનું માંસ ખાનાર' કહ્યા છે. સામાન્ય જનમાં પણ કહેવાય છે - ‘કરશે પારકી તો જશે નારકી.' આવા કડક શબ્દોથી નિંદાને વગોવી હોવા છતાં અનાદિ અભ્યાસના કારણે નિમિત્ત મળતાં, પોતાનો ઉત્કર્ષ બતાવવા, અન્યને નીચા પાડવા કે સહનશક્તિના અભાવને કારણે અથવા એક કુટેવના કારણે ક્યારેક ધર્માત્મા પણ બીજાની નિંદા કરવા લાગે છે.
૧૭૬
સામાન્યજનની નિંદા પણ લોકવિરુદ્ધ છે, તો જેઓ ઘણા જનને માન્ય છે, અનેકને પૂજનીય અને આદરણીય છે, તેવા ગુણસંપન્ન ઉત્તમ પુરુષોની નિંદા તો અત્યંત લોકવિરુદ્ધ કહેવાય છે. આવા પુરુષોની નિંદા કરવાથી ઘણો મોટો વર્ગ નિંદકનો વિરોધી બને છે. વળી, સામી વ્યક્તિના દુઃખનો વિચાર જ ન કરવો તે હૈયાની કઠોરતા છે. હૈયાની આ કઠોરતા વિના નિંદા જેવું લોકવિરુદ્ધ કાર્ય ક્યારેય થતું નથી અને કઠોર હૈયાવાળા ધર્મ માટે યોગ્ય ગણાતા નથી. નિંદાનું ફળ :
નિંદાથી ક્યારેય લાભ તો થતો નથી ઉપરથી અપરંપાર નુકસાન જ
7. લોકવિરૂદ્ધ કાર્ય - સવ્યસ્ત ચેવ નિવા, વિસેસઓ તદ્દ ય મુળસમિદ્વાળું ।
उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ।। ८ ।। बहुजणविरुद्धसंगो, देसादाचारलंघणं चेव ।
उव्वणभोगो अ तहा, दाणाइ वियऽणं अन्नेउ ।। ९ ।। साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । एमइआइँ इत्थं लोगविरुद्धाई णेआई ।। १० ।। -
પંચાશક-૨
8. पिट्ठिमंसं न खाइज्जा ||૪૭|| - અધ્યયન-૮
તથા ‘વૃષ્ટિમાંસં’ પરોક્ષોષજીર્તનરૂપ ‘ન વાવેત’ ન માપેત - શ્રી દશવૈકાલિક સૂત્ર (હારિભદ્રીય ટીકા)
.....