________________
જયવીયરાય સૂત્ર
૧૭૭
ભોગવવાનાં આવે છે. નિંદકને કોઈ ચાહતા નથી. એ સૌને અપ્રિય બને. તેનો કોઈ વિશ્વાસ પણ ન કરે. નિંદકને ઉપકારીઓની પણ નિંદા કરતાં વાર ન લાગે, કેમકે, ઊંડે ઊંડે પોતાને એ મહાન માનતો હોય છે. એ અભિમાન એની પાસે બધાં જ પાપ કરાવે છે. પરિણામે એ કર્મથી ભારે થાય છે. એને બધે અપયશ મળે છે, એની ઉજ્વળ કીર્તિ નાશ પામે છે. સ્વજન, પરજન, લોકજન બધા એનાથી દૂર-દૂર થાય છે. તેથી એ એકલવાયો બની હતાશ બને છે અને ક્યારેક એમાંથી આત્મઘાતના પંથે સંચરી જતો હોય છે માટે ક્યારેય સાધકે નિંદાના માર્ગે ન જવું જોઈએ.
આ નિંદાના કુસંસ્કારોને કાઢવા સાધક, આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે છે – “હે નાથ ! આપના પ્રભાવથી મારી આ નિંદાનો રસ નીચોવાઈ જાવ !”
૨. ઋજુધર્મકરણ હસન : ધર્મક્રિયામાં અલ્પ બુદ્ધિવાળા જીવોની સ્વબુદ્ધિ અનુસાર કરવામાં આવતી ધર્મક્રિય ઉપર હસવું – મશ્કરી વગેરે કરવું.
સજ્જન પુરુષો હંમેશા એ રીતે પ્રયત્નશીલ હોય કે, તેઓ કોઈની પણ ભૂલ જુએ તો આત્મીયતાથી (વાત્સલ્યથી) તેની તે ભૂલ સુધારવા યત્ન કરે. યત્ન કરવા છતાં જો સામેની વ્યક્તિ ન સુધરે તો માધ્યસ્થભાવે તેની ઉપેક્ષા કરે, પરંતુ તેની મશ્કરી કે ઉપહાસ તો ન જ કરે. આથી જ ધર્મવિષયક જે જીવોની પૂર્ણ સમજ નથી, તેવા નૂતન ધર્માત્માની કોઈ અયોગ્ય પ્રવૃત્તિ જોઈ ઉપહાસ કરવો, તેના ઉપર તૂટી પડવું, તે લોકવિરુદ્ધ કાર્ય છે.
૩. લોકમાન્યનું અપમાન : લોકપૂજ્ય રાજા, મંત્રી, શેઠ, તેમના ગુરુ વગેરેનો તિરસ્કાર કરવો – મશ્કરી વગેરે કરવું; તે લોકવિરુદ્ધ કાર્ય છે.
૪. બહુજનવિરુદ્ધ સંગ : જેણે પોતાની નિંદનીય પ્રવૃત્તિ દ્વારા ઘણા લોકોનો વિરોધ વહોર્યો હોય, તેવા લોકો સાથેની સંગતિ કરવાથી ધર્મની લઘુતા થાય છે અને પોતે પણ કોઈકવાર મુશ્કેલીમાં મુકાય છે. આથી આવા લોકોના સંગસ્વરૂપ લોકવિરુદ્ધનો ધર્માત્માએ ત્યાગ કરવો જોઈએ.
૫. દેશાચારલંઘનઃ જે દેશાદિમાં રહેતા હોઈએ તે દેશને અનુરૂપ ધર્માત્માના આચારો હોવા જોઈએ. તે દેશ-ગામ-કુલ વગેરેમાં પ્રસિદ્ધ આચારોનું ઉલ્લંઘન કરવું તે પણ લોકવિરુદ્ધ છે. માટે વિવેકીએ તેનો પણ ત્યાગ કરવો જોઈએ.
૯. ઉલ્મણ ભોગઃ ગૃહસ્થ જીવનમાં સર્વથા ભોગનો ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ ધર્મજને ઈન્દ્રિયોના વિષયોમાં અંધ બનીને, નિર્લજ્જપણે ભોગમાં પ્રવૃત્તિ