________________
સૂત્રસંવેદના-૨
કરવી કે વસ્ત્ર વગેરેથી હલકા માણસો કરે તેવી શરીરની શોભા કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે, આથી વિવેકીએ તેનાથી દૂર રહેવું જોઈએ.
૧૭૮
૭. પોતે કરેલા દાનાદિ સત્કાર્યોને ગાવા નહિ : પોતે કરેલા સત્કાર્યોની પોતે જ પ્રશંસા કરવી એ લોક વિરુદ્ધ કાર્ય તો છે જ, પણ તે ઉપરાંત પોતાના કરેલા સત્યકાર્યના જાતે જ વખાણ કરવાથી સત્કાર્યથી મળેલું પુણ્ય વેચાઈ જાય છે. કેરીના ગોટલાની જેમ જ દાન કરનારે પોતાનું સુકૃત અંદરમાં ભંડારી દેવું જોઈએ. તો જ એ દાન એના માટે કલ્યાણરૂપ વૃક્ષનું મૂળ બને છે.
:
૮. સજ્જનના સંકટમાં સંતોષ : કોઈપણ સજ્જન આપત્તિમાં આવે તેવું પ્રાયઃ ધર્મી આત્મા વિચારે નહિ. તે જ રીતે રાજા. આદિ તરફથી સારા માણસોને આવેલી આપત્તિમાં આનંદ પામવો તે લોકવિરુદ્ધ કાર્ય છે.
૯. સામર્થ્ય હોવા છતાં અપ્રતિકાર : સારા માણસોએ જો પોતાની શક્તિ હોય તો અવશ્ય કોઈપણ વ્યક્તિ ઉપર આવેલી આપત્તિઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક સંકડામણ હોય તો ધનથી, રોગાદિથી રિબામણા થતી હોય તો સેવા આદિથી કે કૌટુંબિક કોઈ તકલીફ હોય તો સારી સલાહ આપવા આદિ અનેક રૂપે બીજાને સહાયક બનવું જોઈએ; પરંતુ બીજાની આપત્તિઓની ઉપેક્ષા તો ક્યારેય ન કરવી જોઈએ. આથી જ શક્તિ હોતે છતે કોઈની આપત્તિનો પ્રતિકાર ન કરવો તે લોકવિરુદ્ધ કાર્ય છે.
આ દરેક પ્રકારનાં લોકવિરુદ્ધ કાર્યોને નજર સમક્ષ રાખી કોઈપણ પ્રકારનું લોકવિરુદ્ધ કાર્ય પોતાના જીવનમાં સેવાઈ ન જાય તે માટે સાધક પરમાત્માને આ પદ બોલી પ્રાર્થના કરે છે કે -
“હે નાથ ! અનાદિ ફુટેવોને કારણે સ્વયં તો શક્તિ નથી કે
આ નિંદા આદિ લોવિરુદ્ધ કાર્યથી બચી શકું, તો પણ હે પરમાત્મા ! તમારા પ્રભાવથી મારામાં એવું સામર્થ્ય પ્રગટ થાઓ, જેથી લોવિરુદ્ધ કાર્યનો હું ત્યાગ કરી શકું !”
આસન્ન ઉપકારી માતા-પિતા કે વડીલ વર્ગની ભક્તિ કર્યા વિના મોક્ષમાર્ગમાં આગળ વધી શકાતું નથી. આથી હવે પાંચમી માંગણી પ્રભુ પાસે ‘ગુરુજનપૂજા'ની કરાય છે.
.