________________
જયવીયરાય સૂત્ર
૧૭૯
ગુરુનનપૂના - ગુરુજનોની પૂજા.
“હે વીતરાગ ! તમારા પ્રભાવથી મને ગુરુજનોની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાઓ !'
‘ગુરુજન’થી અહીં માતા, પિતા અને વિદ્યાગુરુ, ત્રણેયના સંબંધીઓ, ઉપરાંત વૃદ્ધો અને ધર્મોપદેશકો આદિ વડીલજન લેવાના છે. મોક્ષમાર્ગની સાધનામાં જેમ લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ જરૂરી છે, તેમ નજીકનાં ઉપકારી એવા માતા, પિતા, કલાચાર્ય આદિનો વિનય, બહુમાન અને ભક્તિનો ભાવ પણ આવશ્યક છે. કેમકે, માતા-પિતા આદિ આ લોકના પ્રત્યક્ષપણે ઉપકારી છે. જેઓ પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતા આદિની કૃતજ્ઞભાવે સેવા નથી કરતાં તેઓ પરોક્ષ ઉપકારી પ્રભુના ઉપકારને કઈ રીતે સમજી શકશે ? આથી દેવ અને ગુરુની પૂજા કરતાં પૂર્વે ગુરુજનપૂજાની માંગણી કરી છે. વડ઼ીલજનની પૂજાથી વિનયગુણનો વિકાસ થાય છે. માન-કષાયનો વિનાશ થાય છે, સ્વાર્થવૃત્તિ તૂટે છે, કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ થાય છે અને લોકોત્તર ધર્મની આરાધનાની ભૂમિકા પણ આ લૌકિક ધર્મથી સંપન્ન થાય છે. આ રીતે વડીલ વર્ગનું સન્માન જાળવીને કરાતો ધર્મ ગૌરવ પામે છે. લોક પણ આવા ધર્માત્માના ધર્મને વખાણે છે.
ગુરુજનની પૂજાનું વર્ણન કરતાં યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે, ગુરુ વર્ગને ત્રિસંધ્યાએ નમન કરવું, તે આવે ત્યારે ઊભા થવું, તેમની સામે અત્યંત નમ્ર થઈને બેસવું, અસ્થાને તેઓના નામનું ઉચ્ચારણ પણ ન કરવું, તેમનામાં કોઈ દોષ હોય તો બોલવા કે સાંભળવા પણ નહિ, શ્રેષ્ઠ વસ્ત્ર, પાત્રનું તેમને પ્રદાન કરવું, તેમના આસન આદિનો પોતે ઉપભોગ ન કરવો, તેમની સંપત્તિનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરવો, તેમને ઈષ્ટ હોય તે કાર્ય જ કરવું, ધર્મને છોડી તેમને જે અનિષ્ટ હોય તેનો ત્યાગ કરવો.
વડીલોનું ઔચિત્ય સાચવીને જ જો ધર્મ કરાતો હોય અને તો પણ વડીલોની ધર્મ ક૨વા સંબંધી અનિચ્છા હોય તો ધર્મનો ત્યાગ ન કરવો કેમ કે, ધર્મ જ સ્વ-૫ર સૌનું હિત કરવા સમર્થ છે.
આ ગુરુજનની પૂજા પણ કષાયોની મંદતા થયા વિના થઈ શકતી નથી અને 9. ગુરુજન - ગુરવદ્ય યદ્યપિ ધર્માચાર્યા ો—ને, તથાપી, માતા-પિતાઽડયોઽષિ વૃદ્ઘો । યો. સ્વો. વૃ. પ્ર. ૩
માતા-પિતા જ્યાડડચાર્ય:, તેમાં જ્ઞાતયસ્તથા વૃદ્ધા | ધર્મોપવેદારો, ગુરૂવર્ગ: સતાં મતઃ । યોગબિંદુ-શ્લો. ૧૧૦