________________
નમોત્થ ણં સૂત્ર
સાંભળે છે, તોપણ તે વચનના પરમાર્થને સંવેદી શકતા નથી. તે વચનમાં રહેલા સૂક્ષ્મ ભાવો તેમના ધ્યાનમાં આવતા નથી. તેથી તેમને માટે ભગવાન પ્રદીપ તુલ્ય થઈ શકતા નથી. તેમાં તે જીવોની યોગ્યતાનો અભાવ જ કારણ છે; પરંતુ ભગવાનની શક્તિનો અભાવ કારણ નથી. અન્ય કોઈ ઉપદેશક હોય તો તેવું બને કે, છદ્મસ્થતાના કારણે કે પુણ્ય-પ્રકર્ષના અભાવના કારણે સામેનો જીવ યોગ્ય હોય છતાં તેના ઉપર પૂર્ણ ઉપકાર ન કરી શકે; પરંતુ પ્રકૃષ્ટપુણ્ય અને કેવળજ્ઞાનના સ્વામી ભગવાન માટે આવું બનતું નથી.
અહીં પ્રશ્ન થાય કે, માત્ર સમ્યગ્દષ્ટિ માટે જ ભગવાનને પ્રદીપ તુલ્ય કેમ કહ્યા અને ભગવાનના વંચનથી જેમના મિથ્યાત્વનો નાશ થવાનો છે, તેવા જીવો માટે ભગવાનને પ્રદીપ તુલ્ય કેમ ન કહ્યા ?
જીવમાં જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી છે, ત્યાં સુધી ભગવાનના વચનને યથાર્થરૂપે સમજવાની શક્તિ જીવમાં આવતી જ નથી, આવા મંદ મિથ્યાત્વી જીવો જ્યારે ભગવાનના વચનને સાંભળે છે, ત્યારે દેશનાથી તેમને જ્ઞાનચક્ષુની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલાં આ ચક્ષુથી પદાર્થનું સ્થૂલથી દર્શન કરી શકે છે અને આ રીતે પદાર્થના દર્શનથી તેમનું મિથ્યાત્વ નષ્ટ થાય છે અને તેમનામાં સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે, પછી જ .તે ભગવાનના વચનમાં યથાર્થ શ્રદ્ધા કરી શકે છે અને તેના સૂક્ષ્મ ભાવોને જાણી શકે છે, માટે આવા જીવો માટે જ ભગવાન પ્રદીપ તુલ્ય બની શકે છે, અન્ય માટે નહિ.
૮૫
સમ્યગ્દષ્ટિ જીવો માટે પ્રદીપ તુલ્ય પ૨માત્માને આ પદ દ્વારા ભાવથી નમસ્કાર કરી ભાવના ભાવીએ કે -
-
“હે લોકાલોક પ્રકાશક પરમાત્મા ! આપને કરેલો આ નમસ્કાર અમારામાં સમ્યગ્દર્શન ગુડ્ડાને પ્રગટાવી અમને સન્માર્ગ બતાવવા સમર્થ બનો !”
लोगपज्जो अगराणं ( नमोऽत्थु णं) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
-
લોકને પ્રદ્યોત કરનારા
લોક શબ્દથી અહીં વિશિષ્ટ બુદ્ધિના ધારક, ગણધ૨૫દને યોગ્ય એવા જીવો જ ગ્રહણ કરવાના છે કેમ કે, ‘પ્રશ્નેન ઘોતતે કૃતિ પ્રદ્યોત:' પ્રકૃષ્ટરૂપે પ્રકાશવું તે પ્રદ્યોત છે અને પ્રકૃષ્ટપણાથી જે પ્રકાશ કરે તે પ્રદ્યોતક છે. આ રીતે માત્ર ગણધરો માટે જ પરમાત્મા પ્રદ્યોતક છે. કેમ કે, પરમાત્માને અહીં ‘સામાન્ય