________________
સૂત્રસંવેદના-૨
પ્રકાશ કરનારા' નથી કહ્યા, પરંતુ અહીં તો પરમાત્માને માત્ર “વા, વિવાહ વા, યુવે વા' - આ ત્રણ પદ દ્વારા સમસ્ત જગતનું દર્શન કરાવી શકે તેવા પ્રદ્યોતક-મહાપ્રકાશક કહ્યા છે. ભગવાન તો સમસ્ત જગત માટે આવો પ્રકૃષ્ટ પ્રકાશ કરનાર છે, પણ બીજ બુદ્ધિના માલિક ગણધરો સિવાય કોઈની તાકાત નથી કે, માત્ર આ ત્રણ પદો સાંભળી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી સમસ્ત જગતને અને જગતવર્તી પદાર્થોને યથાર્થ જાણી શકે અને જાણીને માત્ર એક જ અંતર્મુહૂર્તમાં સમસ્ત દ્વાદશાંગીની રચના કરી શકે. ગણધરભગવંતો જ આ રીતે તીર્થકરના પ્રથમ શિષ્ય થવાનું પુણ્ય અને ક્ષયોપશમ લઈને આવ્યા હોય છે, તેથી ભગવાનનાં વચનો તેમને માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ પ્રદ્યોતને કરનારાં બને છે.
આ પદ બોલતાં યોગ્યતા અનુસાર પરમ ઉપકાર કરનાર પરમાત્મા પ્રત્યે અત્યંત પૂજ્ય બુદ્ધિને ધારણ કરી, હૃદયને તે ભાવોથી ભીંજવી નમસ્કાર, કરવાનો છે અને નમસ્કાર કરતાં એવી પ્રાર્થના કરવાની છે કે – '
“લોકપ્રદ્યોતક હે નાથ ! આપને કરાતો આ નમસ્કાર અમારામાં એવી યોગ્યતા પ્રગટાવો કે, જેથી આપ અમારા
માટે પણ પ્રદ્યોતક બની રહો.” “લોગરમાણ આદિ પાંચ પદો દ્વારા સ્તોતવ્ય એવા અરિહંતભગવંતનો સામાન્ય ઉપયોગ બતાવ્યો. અહીં સામાન્ય ઉપયોગ કહેવાનું કારણ એ છે કે, શ્રુત અને ચારિત્રરૂપ ધર્મમાં શ્રતધર્મ તે સામાન્ય ધર્મ છે. ભગવાન લોકમાં ઉત્તમ છે. લોકના નાથ બને છે, લોકનું હિત કરે છે, લોકના પ્રદીપક કે પ્રદ્યોતક બને છે, તે ઉપદેશરૂપ શ્રતધર્મની અપેક્ષાએ છે. આ શ્રતધર્મ ચારિત્રધર્મની અપેક્ષાએ સામાન્ય ધર્મ છે, માટે આ પાંચ પદોરૂપ “સામાન્ય ઉપયોગ સંપદા' બતાવી.
હવે આ રીતે ભગવાન સામાન્ય ઉપયોગી કઈ રીતે બન્યા? તેનું મૂળ કારણ શું, તે જણાવતી પાંચ પદોની પાંચમી ‘ઉપયોગ હેતુ” સંપદા બતાવે છે.
અમદા (નમોજુ w) - અભયને આપનારા અર્થાત્ અભયદાતા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) .
“અભય” એટલે ભય વગરની અવસ્થા, જે ચિત્તની વિશિષ્ટ સ્વસ્થતારૂપ આત્માનો એક પરિણામ છે. આ સ્વસ્થતા એ મોક્ષમાર્ગનું પહેલું કદમ છે. તેને ધૃતિ=ધીરજ પણ કહેવાય છે. મોક્ષને અનુકૂળ એવા ચક્ષુ, માર્ગ, શરણ