________________
તમોત્થ શું સૂત્ર
અને સમ્યગ્દર્શનાદિ ધર્મોની ભૂમિકા તૈયાર કરવા માટે આ વૃત્તિ કે ચિત્તની સ્વસ્થતા અતિ જરૂરી છે.
ધર્મસાધનાની શરૂઆત ચિત્તની સ્વસ્થતાથી થાય છે, ચિત્તની સ્વસ્થતા ભયોની નિવૃત્તિથી થાય છે અને ભયની નિવૃત્તિ પૂર્ણ અભયભાવે રહેલા પરમાત્મા પ્રત્યેના બહુમાનથી થાય છે. આ રીતે અભયનો પરિણામ પરમાત્મા પ્રત્યેના બહુમાનથી થતો હોવાથી પરમાત્મા જ અભયદાતા-અભયને આપનારા કહેવાય છે. આ પદ દ્વારા, આ રીતે અભયને આપનારા પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે.
સંસારવર્તી સર્વ જીવોને સાત પ્રકારના ભયોની સતામણી સતત હોય છે. કેટલાક જીવોને આ ભયો વ્યક્તરૂપે સતાવતા હોય છે, તો કેટલાક જીવોને પુણ્યના ઉદયકાળમાં આ ભયો અવ્યક્તરૂપે રહેલા હોય છે. જ્યાં સુધી ચિત્તમાં ભયનો પરિણામ વર્તતો હોય છે, ત્યાં સુધી ચિત્ત સ્વસ્થ રહેતું નથી. જીવ જ્યારે ભયોથી મુક્ત થઈ કંઈક અંશે પણ અભયભાવને પામે છે, ત્યારે જ અનાદિ સંસારમાં પ્રથમવાર તેને સ્વસ્થતાનો અનુભવ થાય છે. ચિત્તની આ સ્વસ્થતા એ જ મોક્ષસાધક ધર્મની શરૂઆત છે. ભવનિર્વેદ એ જ ભગવદ્ધહુમાન :
ચિત્તની આ સ્વસ્થતાનું કારણ છે ભગવાનનું બહુમાન અને ભગવદ્ બહુમાન એટલે ભવનિર્વેદ.4 મોહનીય કર્મ મંદ થતાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 33. ૧. ઈહલોક ભય સમાન જાતિવાળા તરફથી ભય. દા.ત. મનુષ્યને મનુષ્યનો ભય.
૨. પરલોક ભય: અન્ય જાતિવાળા તરફથી ભય. દા.ત. મનુષ્યને પશુનો ભય. ૩. આદાન ભય: પોતાનું કંઈક લૂંટાઈ જવાનો ભય. ૪. અકસ્માતુ ભય:બાહ્ય નિમિત્ત વિના જ ઘરમાં કેબહાર, રાત્રે કેદિવસે કોઈપણ સમયે અથવા એવા કોઈ પણ સ્થાનમાં એકાએક ભય ઊભો થાય તે અથવા અકસ્માત થનારા કાર્યનો ભય. ૫. આજીવિકા ભય પોતાની આજીવિકા બંધ થઈ જવાનો કે તેમાં વિક્ષેપ પડવાનો ભય. ૩. મરણ ભય : મૃત્યુનો ભય. |. ૭. અપયશ ભય: પોતે કરેલ કોઈ પ્રવૃત્તિથી અપયશનો ભોગ બનવાનો ભય. 34. મનિર્વેચેવ વિહુમાનત્વત્િ |
- લલિતવિસ્તરા साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्बहुमानादेव विशिष्टकर्मक्षयोपशमभावादभयादिधर्म सिद्धेः, तद्व्यतिरेकेण नैःश्रेयसधासम्भवाद्, भगवन्त एव तथा तथा सत्त्व कल्याणहेतवः इति प्रतिपादयन्नाह 'अभयदयाण' मित्यादि सूत्र पञ्चकम् । इह भयं सप्तधा इहपरलोकाऽऽदानाकस्मादाजीवमरणाश्लाघाभेदेन । एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यम्, निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थः ।
- લલિતવિસ્તરા