________________
સૂત્રસંવેદના-૨
,
સાથે લેવા-દેવા નથી, તેની ઉપેક્ષા કરે છે. આ રીતે મોહાધીન સંસારી જીવો વસ્તુ પ્રત્યેના પોતાના ઔચિત્યનો વિચાર કર્યા વગર રાગ-દ્વેષાદિના ભાવો કરીને કર્મ બાંધી પોતાનું પણ અહિત કરે છે અને પર પદાર્થો સાથે પણ યથાતથા વર્તી તેનું પણ અહિત કરે છે.
જ્યારે વીતરાગ પરમાત્મા જગતના તમામ પદાર્થોને યથાર્થરૂપે જુએ છે. અને જોઈને જગત આગળ તે પદાર્થના સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન પણ કરે છે. વળી તે પદાર્થ સાથે વર્તન કરતાં તેઓ તેમાં રાગ-દ્વેષ કે ગમો-અણગમો કરી, કર્મ બાંધી પોતાના આત્માનું પણ અહિત કરતા નથી અને તે સર્વ વસ્તુ પ્રત્યે ઔચિત્યપૂર્ણ વર્તન કરી અન્યનું અહિત પણ કરતા નથી.
આ પદ બોલતાં જ થાય કે, સાચા અર્થમાં બીજાનું તો નહિ, પરંતુ પોતાના આત્માનું પણ હિત આપણે કરી શકતા નથી. જ્યારે અરિહંતભગવંતો પોતાના આત્માનું તો હિત કરે છે. તદુપરાંત સમસ્ત જીવ-જગત અને જડ-જગતનું
પણ હિત કરે છે. - પરમ હિતકારક પરમાત્માને નમન કરતાં આપણે યાચના કરીએ કે –
“હે જગતના હિતકારક પરમાત્મા ! આપને કરેલો નમસ્કાર અમારામાં પણ સર્વનું હિત કરવાનું સામર્થ્ય પ્રગટ કરાવનાર થાઓ !” જોન-પર્ફવાઇi (નમોડવુ vi) - લોક માટે પ્રદીપ તુલ્ય પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
અહીં લોક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞી એવા સમ્યગ્દષ્ટિ જીવો જ ગ્રહણ કરવાના છે.
પરમાત્માની દેશના સાંભળી મિથ્યાત્વરૂપી અંધાપાનો નાશ કરી, જેણે સમ્યજ્ઞાનરૂપી ચક્ષુ પ્રાપ્ત કરી હોય તેવા વિશિષ્ટ સંજ્ઞી જીવો માટે એટલે કે દૃષ્ટિનો સમ્યગુ ઉઘાડ થયો હોય તેવા સમ્યગ્દષ્ટિ જીવો માટે જ ભગવાન પ્રદીપ તુલ્ય છે, બીજા માટે નહિ કેમ કે, ચક્ષુ વિનાનો અંધ જેમ દીપકની સહાયથી પણ રૂપ જોઈ શકતો નથી, તેમ સમ્યગ્દર્શનના પરિણામ વિનાનો જીવ, પરમાત્માના વચનરૂપ પ્રદીપથી પણ તત્ત્વમાર્ગને જોઈ શકતો નથી. તેથી કહ્યું છે કે, આ જ્ઞાનનાં કિરણોને ઝીલવાની શક્તિ સમ્યગ્દષ્ટિમાં જ છે, મિથ્યાદૃષ્ટિમાં નથી. કેમ કે, મિથ્યાષ્ટિઓ ભગવાનના ઉપદેશાત્મક વચનને