________________
તમોત્યુ ણં સૂત્ર
ભગવાન કેવળજ્ઞાન દ્વારા જગતવર્તી સર્વ પદાર્થને જેવા છે તેવા જુએ છે. જે રીતે જુએ છે, તે જ રીતે તે પદાર્થનું પ્રતિપાદન કરે છે અને ભાવિમાં તેનું અહિત ન થાય તે રીતે સર્વ દ્રવ્યો સાથે વર્તન કરે છે. આ રીતે તેઓ સર્વ દ્રવ્યોનું હિત 2 કરનારા છે.
જિજ્ઞાસા : પરમાત્મા યથાર્થ દર્શનાદિ દ્વારા ધર્માસ્તિકાયાદિનું હિત કરે છે, તેમ કહ્યું, પરંતુ ધર્માસ્તિકાયાદિમાં હિત જેવું કાંઈ થતું જ નથી છતાં પરમાત્માને હિત કરનારા કેમ માની શકાય ?
તૃપ્તિ: અન્યનું હિત થાય કે ન થાય; પરંતુ બીજાનું ભલું કરવાની ભાવનાથી જેઓ પ્રયત્ન કરે છે તેને વ્યવહારમાં તેના હિત કરનારા જ કહેવાય છે. તો વળી, જે બીજાના અહિતની ભાવનાથી પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહારમાં પણ તેના અહિત કરનારા જ કહેવાય છે. જેમ, એક મા-બાપે બાળકના હિત માટે ખૂબ સુંદર સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો, પરંતુ બાળકની યોગ્યતા ન હોવાથી તે સંસ્કારોને ન ઝીલી શક્યું, તોપણ તે મા-બાપને બાળકનું હિત કરનારા જ કહેવાય છે. તે જ રીતે એક શિકારીએ શિકાર કરવાની ભાવનાથી એક પક્ષી પર બાણ છોડ્યું, પરંતુ ચાલાક પક્ષી બાણના અવાજથી ઊડી ગયું; તેથી મર્યું નહિ. છતાં પણ બાણ મારનાર શિકારીને વ્યવહારથી પણ સૌ કોઈ વધ કરનાર કહે છે અને વધજન્ય પાપ પણ તેને લાગે છે. તેમ કદાચ આપણી માન્યતા મુજબ જડ પદાર્થનું હિત થતું ન હોય તોપણ તે પદાર્થનું યથાર્થ દર્શન, યથાર્થ કથન અને તેની સાથે ઉચિત પ્રવર્તન કરવાથી પ્રભુ તેના હિત કરનાર કહેવાય છે.
વસ્તુના યથાર્થ દર્શન વિના તે વસ્તુનું હિત કરી શકાતું નથી. મોહાધીન સંસારી જીવો તે પદાર્થને યથાર્થરૂપે જોતા નથી અને તેના કારણે જ પોતાનાથી જુદા એવા દેહ, ધન આદિ ભાવોને પોતાનાથી અભિન્ન (પોતાની સાથે એકમેક) હોય તેમ માને છે અને બોલે છે. વળી, જગતના ભાવો જીવને સુખ પણ નથી આપતા કે દુઃખ પણ નથી આપતા, છતાં તેઓ આ દેહ, ધનાદિ પદાર્થો મને સુખ કે દુઃખ આપે છે, તેમ માને છે અને કહે છે આથી જ પોતાને અનુકૂળ અને પોતે સારા માનેલા પદાર્થોમાં રાગ કરે છે, પોતાને પ્રતિકૂળ અને પોતે જેમાં ખરાબની કલ્પના કરી હોય તેમાં દ્વેષ કરે છે અને પોતાને જેની 32. तदेवंविधाय लोकाय हिताः । यथावस्थितदर्शनपूर्वकं सम्यकप्ररुपणाचेष्टया तदायत्यबाधनेनेति च ।
इह यो यं याथात्म्येन पश्यति, तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै तत्त्वतो हित इति हितार्थः ।
- લલિતવિસ્તરા