________________
સૂત્રસંવેદના-૨
રાગાદિ ભાવોનું વિસર્જન થાય છે. આ રીતે ક્રમે કરીને ગુણની પ્રાપ્તિ અને દોષના નાશથી આત્મા સિદ્ધિગતિને પણ પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાન વિશિષ્ટ ભવ્યજીવરૂપ લોકના નાથ કહેવાય છે.
૮૨
આ પદ બોલતાં વાસ્તવિક સુખને પ્રાપ્ત કરાવનાર અને પ્રાપ્ત થયેલ સુખનું રક્ષણ કરનાર પરમાત્માને હૃદયસિંહાસને સ્થાપન કરી, નમસ્કાર કરતાં ભાવના ભાવીએ કે -
“હે કરુણાનિધિ ! અનાદિકાળથી અનાથ એવા મારા માટે આપ સાચા અર્થમાં નાથ બનો !”
એ દિયાળ (નમોઽત્યુ ળ) - લોકનું હિત કરનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
અહીં લોક શબ્દથી ‘પંચાસ્તિકાયરૂપ લોક’ ગ્રહણ કરવાનો છે. અરિહંત પરમાત્મા ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોનું હિત કરનારા છે તેમ કહીને, તેમની હિતકામના સીમાતીત છે, તેમ જણાવ્યું છે.
અહીં પ્રશ્ન થાય કે, ભગવાન જીવજગતનું હિત કરે. છે તે તો બરાબર છે, પરંતુ પુદ્દગલાદિ જડ દ્રવ્યોનું ૫૨માત્મા હિત કઈ રીતે કરી શકે ?
વ્યવહારનયથી અને નિશ્ચયનયથી હિતની વ્યાખ્યા જુદી જુદી છે. વ્યવહારનય બાહ્ય પ્રવૃત્તિ ઉપર હિતાહિતનો વિભાગ કરે છે, જ્યારે નિશ્ચયનય સ્વપરિણામથી હિતાહિતનો વિભાગ કરે છે, આથી વ્યવહારનયથી જીવમાં જ હિતની સંભાવના હોઈ ભગવાન જીવનું જ હિત કરનાર કહેવાય છે; પરંતુ નિશ્ચયનયથી જે વિષયમાં હિતનો પરિણામ પ્રવર્તે છે, તે સર્વનું હિત કરનાર પરમાત્મા કહેવાય છે. પરમાત્માનો હિતનો પરિણામ ચર-અચર સર્વ લોકને આશ્રયીને પ્રવર્તે છે, માટે પ્રભુને પંચાસ્તિકાયરૂપ લોકનું હિત કરનારા કહ્યા છે. કોઈપણ પદાર્થનું હિત આ રીતે થાય ·
-
૧. જે વસ્તુ જે સ્વરૂપે છે, તે જ સ્વરૂપે તેને જોવી (યથાવસ્થિત-સમ્યગ્ દર્શન)
૨. જે વસ્તુ જેવી છે, તે વસ્તુને તેવી જ કહેવી (સમ્યક્પ્રરૂપણા)
૩. અને તે વસ્તુને હાનિ ન થાય તેનું અહિત ન થાય તે રીતે વર્તવું. (સભ્યશ્ચેષ્ટા પ્રવર્તન).