________________
૬૪
સૂત્રસંવેદના-૨
આરૂઢ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગોને રૂંધીને (અટકાવી) શૈલેશીકરણ19 કરી અંતે સર્વ કર્મ ખપાવી મુક્ત બને છે. આવા વિશિષ્ટ પ્રયત્નવાળા ભગવાન છે.
આ પદ બોલતાં આવા રૂપ, ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત અરિહંત પરમાત્માને હૃદયસ્થ કરી નમસ્કાર કરતાં સાધક પ્રાર્થના કરે કે –
હે નાથ ! દુનિયાની ફદ્ધિ-સમૃદ્ધિ અને રૂપમાં અંજાતો હું તારી આ સમૃદ્ધિનું વર્ણન સાંભળવા છતાં, સમજવા છતાં હજુ તેમાં કેમ આકર્ષાતો નથી ? તારી લક્ષ્મી મેળવવા મહેનત પણ કેમ કરતો નથી ? શ્રીયુક્ત હે સ્વામી ! આપને કરાતો આ નમસ્કાર મારા માટે આપના જેવું સ્વરૂપ પ્રાપ્ત
કરવાનું સાધન બનો !” અરિહંત અને ભગવંત સ્તુતિ કરવા યોગ્ય છે તેમ જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે, આ જ ભગવાન સ્તવનને યોગ્ય કેમ છે ? તેના સમાધાનરૂપે હવે પ્રધાનસાધારણ-અસાધારણ હેતુ સંપદા' નામની બીજી સંપદામાં બતાવે છે. આ સંપદાને યોગશાસ્ત્રકાર વગેરે સામાન્ય (ઘ) હેતુ સંપદા' પણ કહે છે.
સાફરાળ° (નમોજુ ) - તીર્થની આદિને કરનારા અથવા આદિમાં અર્થાત્ પૂર્વે (જન્માદિ પ્રપંચને) કરવાના સ્વભાવવાળા21 એવા અરિહંતભગવંતોને (મારો નમસ્કાર થાઓ.) 19. શૈલેશીકરણ ચૌદમા ગુણસ્થાનકે આત્મપ્રદેશોને મેરુપર્વત જેવા સ્થિર-નિષ્પકંપ કરવાની
પ્રક્રિયાને શૈલેશીકરણ કહેવાય છે. 20. સાંખ્ય દર્શનની માન્યતા છે કે, જગતમાં બે તત્ત્વ છે પુરુષ અને પ્રકૃતિ. તેમાં પુરુષ
એટલે આત્મા ચેતન છે અને પ્રકૃતિ જડ છે અનાદિ કાળથી અનંત કાળ સુધી આત્મા સદા શુદ્ધ અને કુટસ્થ નિત્ય રહે છે એટલે કે તેમાં કોઈ પરિવર્તન આવતું નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક (સત્ત્વ-રજસ-તમસ) હોવાથી તેમાંથી બીજા ૨૪ તત્ત્વો ઉત્પન્ન થાય છે. આત્મા તો સદા શુદ્ધ કુટસ્થ નિત્ય હોવાને કારણે તેમાં કર્તુત્વ નથી એટલે કે, “આત્મા કર્તા નથી” – સાંખની આવી માન્યતાનું ખંડન “આદિકર' પદ કરે છે. તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે, આત્મા જન્મ, મરણ, શરીર, સુખ-દુ:ખ આદિને કરવાના
સ્વભાવવાળો છે. 21. इहादौ करणशीला आदिकराः अनादावपि भवे तदा तदा तत्तत्कण्विादिसम्बन्धयोग्यतया विश्वस्यात्मादिगामिनो जन्मादिप्रपञ्चस्येति हृदयम् ।
- શ્રી લલિતવિસ્તરા