________________
તમોત્યુ ણં સૂત્ર
‘મફારી' એટલે આદિ કરનારા અર્થાત પ્રારંભ કરનારા અર્થાત્ સર્વ પ્રકારની નીતિનો અને શ્રતધર્મનો પ્રથમ ઉપદેશ આપનારા પરમાત્મા છે. તેમને હું નમસ્કાર કરું છું.
જો કે, શ્રતધર્મરૂપ દ્વાદશાંગી અર્થની અપેક્ષાએ શાશ્વતી છે, પણ શબ્દની અપેક્ષાએ તે તે તીર્થકરના શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. દરેક તીર્થકરના શાસનમાં શબ્દથી ભિન્ન ભિન્ન પ્રકારે દ્વાદશાંગીની રચના થાય છે અને તે રચનામાં પરમાત્માની ત્રિપદી કારણભૂત હોવાથી તેમને “શ્રતધર્મની આદિ કરનારા કહેવાય છે. આ અર્થ કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યભગવંતે યોગશાસ્ત્રમાં કર્યો છે.
અથવા
લલિતવિસ્તરા ગ્રંથ પ્રમાણે આ રીતે અર્થ થાય છે -
આદિમાં એટલે પૂર્વમાં. મોક્ષની અપેક્ષાએ આદિમાં=સંસારમાં. અનાદિકાળથી અરિહંતભગવંતો પણ સંસારી જીવોની માફક કર્મબંધ કરવાના અને જન્મ, મરણ, શરીર, સુખ-દુઃખ આદિને કરવાના સ્વભાવવાળા હોય છે.
અરિહંતનો આત્મા પણ અન્ય જીવોની જેમ અનાદિકાળથી સંસારમાં હોય છે. તેથી તીર્થંકર થવા પૂર્વે તેઓ પણ જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તો મળે છે તેવાં તેવાં કર્મોની સાથે સંકળાય છે અને કર્મોની સાથે સંબંધવાળા થવાના કારણે તેમનો જન્મ, જરા, મરણ આદિરૂપ સંસારનો 'વિસ્તાર થાય છે, પરંતુ જેમ જેમ તેમની સમજ વધતી જાય છે, તેમ તેમ તેઓ પ્રયત્ન કરી આત્માને કર્મના સંબંધથી મુક્ત કરે છે. કર્મનો સંબંધ અટકવાના કારણે તેમને જન્મ, મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. અને આત્માના અનંત આનંદને તેઓ પામી શકે છે.
આ પદ બોલતાં જ ભગવાનની પૂર્વાપર અવસ્થા યાદ આવવી જોઈએ અને થવું જોઈએ કે, ભગવાન પણ પહેલાં તો મારા જેવા જ જન્માદિ પ્રપંચ કરનારા હતા, પરંતુ પ્રયત્ન કરી તેઓ ભગવાન બની ગયા અને આપણે તો અહીં જ રહી ગયા. આપણે પણ જો પ્રયત્ન કરીએ તો ચોક્કસ તેમના જેવી નિર્મળ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ કેમ કે, દરેક આત્મા માટે નિયમ છે કે, તેઓ જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનાં નિમિત્તમાં આવે છે, તેવાં તેવાં કર્મો બાંધે છે. સ્વયં તીર્થકરના આત્માની પણ પૂર્વ અવસ્થામાં આ જ સ્થિતિ હતી તો આપણા જેવા સામાન્યજન માટે તો સવાલ જ ક્યાં છે ? તેથી જેમ અરિહંત ભગવંતોએ આવા કર્મબંધથી અટકવા તેવાં તેવાં દ્રવ્યાદિન નિમિત્તોને