________________
૬૬
સૂત્રસંવેદના-૨
નિષ્ફળ કરવા પ્રયત્ન કર્યો તેમ આપણે પણ યત્ન કરવો જ પડશે કેમ કે, દ્રવ્યાદિના નિમિત્તની અસરથી જો અટકાય તો કર્મબંધથી અટકી શકાય અને કર્મબંધ અટકે તો જ આપણું આ સંસારનું પરિભ્રમણ અટકે.
આ પદ બોલતાં આદિમાં, જન્માદિ પ્રપંચ કરનારા પરમાત્માને સ્મૃતિમાં લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે -
હે નાથ ભૂતકાળમાં આય મારા જેવા જ હતા અને આજે આય ક્યાં પહોંચી ગયા ? હે પ્રભુ ? આપને કેરાતો આ મારો નમસ્કાર મને યશ તે ભાવ સુધી લઈ જવામાં સહાયક બનો !” આ પદ દ્વારા ભગવાનને જન્માદિના અને કર્મ સંયોગના કર્તા કહ્યા. સંસારી સર્વ જીવો આવું કરતા હોઈ આ સાધારણ ધર્મ કહેવાય છે. પૂર્વમાં આપણા જેવા જ અશુદ્ધ સ્વરૂપવાળા પ્રભુએ પણ સાધના માર્ગે આગળ વધવા પ્રયત્ન કર્યો, તો તેઓ પરમ શુદ્ધ બની શક્યા. આ વસ્તુનો ખ્યાલ સાધકને સાધનામાં ઉત્સાહિત કરે છે. વળી, જો તેઓ પહેલેથી જ શુદ્ધ હોત તો જેમણે કાંઈ કર્યું જ નથી તેવા પ્રભુ, સાધકને આદર્શરૂપે સ્તુતિ કરવા યોગ્ય પણ ન થાત. પરંતુ સાધનાથી તેઓ શુદ્ધ બન્યા છે, માટે તેઓ સ્તુતિ કરવા યોગ્ય છે. આ રીતે આ પદ દ્વારા સ્તુતિનું સાધારણ કારણ બતાવ્યું.
22તિસ્થરાઇi (નમોજુ w) - તીર્થ સ્થાપિત કરનારા એવા અરિહંતભગવંતોને (મારો નમસ્કાર થાઓ.) *
22. આ પદથી આગમને પ્રધાન માનનાર આગમ ધાર્મિકનો મત અમાન્ય થાય છે. આગમ
ધાર્મિકોનો મત એ છે કે - ધર્મ-અધર્મ આદિ અતીન્દ્રિય ભાવો કેવળજ્ઞાન થયા વિના દેખાતા નથી અને કેવળજ્ઞાન સર્વકર્મના નાશ વિના થતું નથી. સર્વ કર્મનો ક્ષય થવાથી કેવળી આત્માનો તુરંત જ મોક્ષ થઈ જાય છે, તેથી ધર્મતીર્થની સ્થાપના તેઓ કરી શકતા નથી. આથી જ તેઓ માને છે કે, ધર્મને બતાવનાર જે વેદવાક્યો છે, તે કોઈ પુરુષથી રચાયેલાં નથી, તે અપૌરુષેય નિત્ય નિર્દોષ છે. જે યોગી પુરુષો યોગની સાધના કરે છે, તેઓને આ વેદવાક્યો સંભળાય છે, સમજાય છે અને તેઓ જગત સમક્ષ આ વેદના વાક્યોને રજૂ કરે છે. આ રીતે ધર્માદિની વ્યવસ્થા ચાલે છે, તેથી આ વચનોના કર્તા કોઈ સ્વતંત્ર પુરુષ નથી અર્થાત્ તીર્થને કરનાર કોઈ નથી.
‘ભગવાન તીર્થની સ્થાપના કરનાર છે.” તેમ કહેવા દ્વારા આ મતને અમાન્ય કર્યો છે. કેમ કે ધર્મ, અધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન ઘાતકર્મના નાશથી થયેલા કેવળજ્ઞાનથી થાય છે અને કેવળજ્ઞાન થયા પછી અઘાતિ એવા આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય કર્મ બાકી હોય છે. આ કર્મના કારણે પરમાત્મા તીર્થની સ્થાપના, ઉપદેશ આદિની પણ પ્રવૃત્તિ કરે છે.