________________
શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર
બની શકે ! અને હું તેમના જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત કરી જગતની વાસ્તવિકતાને જોઈ, સંસારથી પર થઈ આત્મસ્વરૂપને પ્રગટ કરું.”
૨૧
कल्पवृक्षोपमानः સતત તમારા શ્રેયને માટે થાઓ !)
કલ્પવૃક્ષની છાયામાં બેસી માણસ મનમાં જેનો સંકલ્પ કરે તે વસ્ત્ર, અલંકાર, ભોજન આદિ કોઈપણ ભૌતિક સામગ્રીઓ કલ્પવૃક્ષ પ્રદાન કરે છે. તેમ દેવાધિદેવ પરમાત્માની ભાવપૂર્વક ભક્તિ કરનારને પણ તે ભક્તિના પ્રભાવે મનોવાંછિત મળે છે. આથી સ્તુતિકારે પરમાત્માને કલ્પવૃક્ષ સમાન કહી બિરદાવ્યા છે; પરંતુ કલ્પવૃક્ષ અને ભગવાનમાં ઘણો તફાવત છે. કલ્પવૃક્ષ માગણી ક૨ના૨ પુણ્યાત્માને પોતાની મર્યાદા અનુસાર આપે છે; જ્યારે ભગવાન પાસે ક્યારેય માંગવું પડતું નથી. માંગ્યા વિના પણ ભગવાનની ભક્તિ, ભક્તને પરાકાષ્ઠાના ઐહિક (આલોક સંબંધી) સુખો તો આપે જ છે પરંતુ સાથે સાથે સીમાતીત આધ્યાત્મિક સુખ પણ આપે છે. આથી વાસ્તવમાં તો ભગવાનને કલ્પવૃક્ષથી પણ વિશેષ વસ્તુની ઉપમા આપવી જોઈએ, પણ તેનાથી ચઢીયાતી આ જગતમાં બીજી ચીજ ન હોવાથી અહીં ભગવાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે.
આ પદ બોલતાં સાધક ખાસ વિચારે કે -
કલ્પવૃક્ષની ઉપમાવાળા (તે શાંતિનાથ ભગવાન
“કલ્પવૃક્ષ પણ પુણ્યવાનને ફળે છે, બીજાને નહિ. તે જ રીતે ત્રણ જગતના નાથ પરમાત્મા પણ જેઓ પોતાના હિતાહિતની વિચારણા કરી શકે તેવા યોગ્ય આત્માઓ માટે જ કલ્પવૃક્ષની ઉપમા તુલ્ય છે, પણ જેઓ પોતાના આત્માના હિતની વિચારણા નથી કરતા, તેવા માટે પરમાત્મા કાંઈ કરતા નથી તેથી હું જો મારા આત્માના હિતની ચિંતા કરીશ, આત્મહિત માટે આ ભગવાનની ભક્તિ કરીશ તો જ ભગવાન મારા માટે કલ્પવૃક્ષ તુલ્ય થઈ શકશે.”
भवजलनिधिपोतः સંસારરૂપી સમુદ્રને પાર ઉતારવા માટે નાવ તુલ્ય (શાંતિનાથ ભગવાન સતત તમારા શ્રેય માટે થાઓ !)
જહાજ દ્વારા જેમ બાહ્ય સમુદ્રનો પાર પમાય છે, તેમ સંસારરૂપ સમુદ્રનો