________________
૨૦ .
સૂત્રસંવેદના-૨
ઝીલવા હૃદયભૂમિમાં શ્રદ્ધારૂપ માટી તો હોવી જોઈએ ને ! ' જો મારી હૃદયભૂમિમાં પ્રભુ પ્રત્યેની આસ્થા નહિ હોય તો કૃપાનું પાણી મારું કલ્યાણ ક્યાંથી કરશે. માટે પહેલા હું મારા હૃદયને શ્રદ્ધારૂપ માટીથી પોચી બનાવું” રિતિમિરખાનુ: - પાપરૂપ અંધકાર(નો નાશ કરવા) માટે સૂર્ય તુલ્ય (તે શાંતિનાથ ભગવાન સદા તમારા શ્રેય માટે થાઓ.)
દુરિત એટલે પાપ. પાપને અહીં અંધકારની ઉપમા આપી છે, કેમ કે અંધકારમાં દેખતો માણસ પણ આમ-તેમ અથડાય છે, કુટાય છે, દુઃખી થાય છે, તેને સાચી દિશા મળતી નથી, તેમ પાપી આત્માઓ પણ આ સંસારમાં અનંતકાળથી આમ-તેમ અથડાય છે, કુટાય છે, દુઃખી થાય છે, પણ તેને સાચા સુખની દિશા મળતી નથી.
આવા પાપરૂપ અંધકારનો નાશ કરવા માટે ભગવાન ભાનુ એટલે કે સૂર્ય જેવા છે. સૂર્યનો ઉદય થતાં જેમ જેમ તેનાં પ્રકાશ કિરણો પૃથ્વીતળ ઉપર પ્રસરે છે, તેમ તેમ અંધકારનો નાશ થાય છે, તેવી જ રીતે અરિહંત પરમાત્મારૂપી સૂર્યનો આ ધરતી ઉપર અવતાર થયા પછી જેમ જેમ તેમનાં વચનરૂપી કિરણો ભવ્યાત્મારૂપી ભૂમિ ઉપર વિસ્તાર પામે છે, તેમ તેમ પાપરૂપી અંધકાર દૂર થાય છે.
અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે, સૂર્યનાં કિરણો પણ, છિદ્રયુક્ત ભૂમિમાં જ પ્રવેશ પામે છે. છિદ્ર રહિત ભૂમિ ઉપર પથરાઈ તે અંધકારનો નાશ કરી શકતાં નથી. તેમ ભગવાનનાં વચનરૂપી સૂર્યકિરણ પણ કર્મવિવરયુક્ત આત્મામાં જ પ્રવેશ પામી પાપરૂપ અંધકારનો નાશ કરી શકે છે, પણ જેઓ ભારેકર્મી છે, જેમનાં કર્મનાં આવરણમાં ક્યાંય વિવર (કાણું) પડ્યું નથી, તેવા આત્માઓમાં આ વચનરૂપ કિરણો પ્રવેશી શકતાં નથી, આથી તેમના પાપરૂપ અંધકારનો નાશ પણ થતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે,
“ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ સૌ પ્રથમ મારે મારો કર્મનો કાંઈક અંશે તો નાશ કરવો પડશે અને તેય ભગવાનની . ભક્તિથી જ થવાનો છે. માટે આ ભગવાનની દ્રવ્યથી પણ ભક્તિ કરી મારા કર્મનો કંઈક નાશ કહું, જેથી પ્રભુ મારો માટે જરૂર થાય અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય તુલ્ય