________________
સૂત્રસંવેદના-૨
પાર ભગવાને બતાવેલ સંયમરૂપી જહાજથી પમાય છે, માટે ભગવાનને ભવસાગર પાર કરવાના જહાજ તુલ્ય કહ્યા છે.
૨૨.
સંસાર અને સમુદ્રમાં ઘણા અંશે સમાનતા હોવાથી શાસ્ત્રકારોએ સંસારને સમુદ્રતુલ્ય કહ્યો છે. બાહ્ય સમુદ્ર જેમ ખારા પાણીથી ભરેલો હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર જન્મ અને જરારૂપી ખારા પાણીથી ભરેલો છે. ચૌદ રાજલોકમાં કોઈ સ્થાન એવું નથી, જ્યાં જન્મ અને મૃત્યુની સંભાવના ન હોય. સમુદ્રમાં જેમ વચ્ચે આવતા પર્વતો મુસાફરને નિર્વિઘ્ને સમુદ્રમાં સફર કરવા દેતા નથી, તેમ સંસારમાં પગલે પગલે આવતી આપત્તિઓ નિર્વિઘ્ને જીવનનિર્વાહ થવા દેતી નથી. સમુદ્રમાં જેમ માછલાં, કાચબા, મગરો, મુસાફરને મુશ્કેલીઓ ઊભી કરે છે, તેમ સંસારમાં રોગ-શોક, સંતાપ વગેરે જીવને અનેક રીતે પીડે છે. સમુદ્રમાં વચ્ચે વચ્ચે આવતા આવર્તો પથિકના પ્રાણનો નાશ કરે છે, તેમ સંસારમાં ક્રોધાદિના આવર્તો સંસારી જીવની શાંતિ અને સમાધિનો વિનાશ કરે છે. સમુદ્રમાં પ્રગટ થતો વડવાનલ સમુદ્રના પાણીને શોષે છે, તેમ સંસારવર્તી પ્રાણીઓમાં પ્રગટતો કામરૂપી વડવાનલ શરીરની સાતે ધાતુને અને મનને સતત સંતપ્ત રાખે છે. આ રીતે સંસાર અને સમુદ્ર વચ્ચે ઘણું સામ્ય હોવાથી સંસારને સમુદ્ર તુલ્ય કહ્યો છે.
જો કે આવા સંસારનો પાર પામવો અશક્ય છે, તો પણ ભગવાને બતાવેલ સંયમરૂપી હાજ, જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ મજબૂત લાકડાંથી બંધાયેલું છે, ક્ષમાદિ દશ યતિધર્મોથી અલંકૃત છે, મૂળગુણરૂપી મજબૂત તળીયાવાળું, ઉત્તરગુણથી વેગીલું બનેલું છે. તે સંયમરૂપ જહાજનો જે સહારો લે છે, તે આત્માઓ સહેલાઈથી આ સંસારસાગરને તરી જાય છે, માટે જ ભગવાનને ‘ભવજલનિધિપોત' કહ્યા છે.
આ પદ બોલતાં સાધક વિચા૨ે કે,
“ભગવાને તો આ સંસારરૂપી સમુદ્ર પાર કરવા સંયમરૂપી જહાજ તરતું મૂક્યું છે અને તે આજે પણ વિદ્યમાન છે. પરંતુ... મારી શક્તિ અનુસાર દેશથી કે સર્વથી હું આ સંયમ ઘર્મનો સ્વીકાર કરીશ તો જ હું સંસારસાગર પાર કરી શકીશ.” સર્વસંપત્તિ હેતુઃ - સર્વ સંપત્તિના કારણભૂત (તે શાંતિનાથ ભગવાન સદા તમારું શ્રેય કરો !)