________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૬૯
મુનિઓ અપ્રમત્તભાવથી શ્રતધર્મ અને ચારિત્રધર્મની આરાધના કરે છે. અપ્રમત્તભાવથી એટલે પ્રમાદને આધીન થયા વિના. “પ્રમાદનો સામાન્ય અર્થ છે આળસ, શૈથિલ્ય, જડતા વગેરે. શાસ્ત્રીય પદ્ધતિથી વિચારીએ તો મોક્ષમાર્ગમાં પ્રવર્તનનો અભાવ કે મોક્ષના ઉપાયોને સેવવામાં આવેલી શિથિલતા પ્રમાદ છે. વિષયોની આસક્તિ, કષાયોની પરવશતા, વ્યસન, નિદ્રા અને વિકથા : આ પાંચ પ્રકારનો પ્રમાદ સાધકને મોક્ષમાર્ગમાં આગળ વધવા દેતો નથી.
સમ્યગુ પ્રકારે શ્રુતજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું હોય તેવા સાધકો ક્યારેય આ પ્રમાદને પનારે પડતા નથી તેઓને શ્રુતદ્વારા એવા વિશિષ્ટ આનંદની અનુભૂતિ થતી હોય છે કે તેઓને વિષય-કષાયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. તેથી તેઓ શ્રતની પ્રાપ્તિમાં કે શ્રુતાનુસાર પ્રવૃત્તિ કરવામાં એકાગ્ર ચિત્તે રત રહે છે. ત્યાંથી તેઓનું ચિત્ત અન્ય સ્થાનોમાં જતું પણ નથી અને ત્યાં પ્રવૃત્તિ કરવામાં તેઓને કંટાળો પણ આવતો નથી.
અહીં એ પણ યાદ રાખવું કે, જે જ્ઞાન વિરતિના માર્ગે આગળ ન વધારે, સંવેગ અને નિર્વેદની વૃદ્ધિ દ્વારા સંયમમાર્ગમાં સ્થિર ન થવા દે, તે કહેવાતો શ્રતાભ્યાસ પણ શ્રુતાભાસ છે. આથી જ ચારિત્રમાં દઢતા લાવવાના કે સંયમના પરિણામને વૃદ્ધિમંત બનાવવાના ઉદ્દેશ વગર જેઓ સતત શાસ્ત્રમાં શ્રમ કરે છે, શાસ્ત્રને કંઠસ્થ કરવા કંઠ સૂકવી નાંખે છે, શાસ્ત્રને સમજવા બુદ્ધિનો તીવ્ર ઉપયોગ કરે છે, પરંતુ તે જ્ઞાન ભણીને ચારિત્ર માર્ગમાં દઢ ઉપયોગવાળા થતા નથી, સમિતિ-ગુપ્તિના પરિણામમાં સ્થિરતા લાવતા નથી, સતત માત્ર બાહ્યથી જ ક્રિયાઓ કરે છે; પરંતુ તે ક્રિયાથી કયા ભાવને પ્રગટ કરવાનો છે, તેનું જેઓ લક્ષ રાખતા નથી, તેઓને શાસ્ત્રકારોએ શ્રુત ભણવા છતાં અને ક્રિયા કરવા છતાં પણ પ્રમાદી જ કહ્યા છે. આથી જ અપ્રમત્તભાવ કેળવવા માટે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. શાસ્ત્રો ભણી સંમૂચ્છિમની જેમ ચારિત્રની ક્રિયાઓ કરવાની નથી, પરંતુ શાસ્ત્રના એક એક શબ્દ કયા ભાવને બતાવનાર છે ? તે ભાવ મારામાં આવ્યો કે નહિ ? તે ભાવ લાવવા માટે મારે શું કરવું જોઈએ ? આ બધો વિચાર કરી શાસ્ત્રાનુસાર ક્રિયા કરવાની છે. આવી અપ્રમત્ત ભાવની ક્રિયા શાસ્ત્રાભ્યાસપૂર્વક થાય તો જ જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મોક્ષ મળી શકે, અન્યથા નહિ. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
શ્રુતજ્ઞાનની શક્તિ અચિત્ત્વ છે. ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ