________________
સૂત્રસંવેદના-૨
को देव-दानव- नरिंद-गणचियस्स धम्मस्स सारमुवलब्भ करे
પમાય ? દેવ, દાનવ અને નરેન્દ્રોનો સમૂહ પણ જેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ જ ન
કરે.)
૨૬૮
-
દેવ-દાનવ અને મહારાજાના ગણો પણ જેની શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? શ્રુતજ્ઞાન દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલું છે. વિશિષ્ટ પ્રજ્ઞાવાન પુરુષો જેને મહાન સુખનું અને દુઃખનાશનું કારણ માની પૂજે છે, તે શ્રુતજ્ઞાન કેટલું મહાન હશે ? આવા મહાન શ્રુતના સારને પામીને એટલે કે તેના સામર્થ્યને જાણીને કોણ તેમાં પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ ન કરે.
‘જ્ઞાનય
શ્રુતજ્ઞાનનું અનંતર સામર્થ્ય અજ્ઞાનને ટાળવાનું, મોહને ઓળખાવવાનું અને કર્મસ્થિતિનું ભાન કરાવવાનું છે અને પરંપર સામર્થ્ય સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડવાનું છે. આથી જ કહેવાય છે ♥ વિરતિ:' શ્રુતજ્ઞાનની આ શક્તિને જાણીને સાધક સતત શ્રુતજ્ઞાન માટે પ્રયત્ન કરે છે. શ્રુતજ્ઞાન દ્વારા જેટલું જાણવા મળે છે, તેને અનુરૂપ જીવન જીવવા માટે મહેનત કરે છે. પોતાની એક ક્ષણ પણ શ્રુતના ઉપયોગ વિનાની ન જાય તે માટે અત્યંત જાગૃત રહે છે. કેમ કે, તે જાણે છે કે, આ શ્રુત નિર્દિષ્ટ ચારિત્રજીવન જ મારા આત્માનું કલ્યાણ કરનારું છે. આથી જ શ્રુતધર્મના સારને જાણનારા મુનિઓ તેલપાત્રધના દૃષ્ટાંતથી સંયમયોગમાં હંમેશા અપ્રમત્તભાવવાળા રહે છે.
-
6. તેલપાત્રધર : ચોરીના ગુના બદલ મોતની સજાને પામેલ શ્રેષ્ઠિપુત્રને રાજાએ કહ્યું, આ તેલથી ભરેલું પાત્ર લઈ, સમગ્ર નગર ફરી એક પણ ટીપું પાડ્યા વિના પાછો ફરે તો તારી સજા હું માફ કરીશ.
નગરમાં જોવા યોગ્ય, સાંભળવા યોગ્ય, ખાવા-પીવા યોગ્ય ઘણું હતું. છતાં મોતના ભયથી મુક્ત થવા માટે ચંચળ મનના યુવાને પણ મનને તેલપાત્રમાં સ્થિર કર્યું. મન-વચન-કાયાને એકાગ્ર કરી સ્થિરતાપૂર્વક એક ટીપું પણ નીચે ન પડે તે રીતે યુવાન સમગ્ર નગર ફરી સાંજે રાજમંદિર પાછો ફર્યો. તેની મોતની સજા માફ થઈ. એક જ મરણના ભયે યુવાને જે રીતે મન-વચન-કાયાને સ્થિર કર્યાં. તે જ રીતે અનંતાં મરણનો ભય જેની આંખ સમક્ષ છે, તેવો મુનિ યાવજ્જીવન સંયમના સર્વ યોગમાં મનને સ્થિર રાખી શકે છે. આમ મુનિ તેલ પાત્રધરની જેમ અપ્રમત્તભાવવાળા હોય છે.