________________
૨૭૦
સૂત્રસંવેદના-૨
પણ જે કાર્ય ન કરી શકે તે કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. શ્રુતરરાજ મારા અસાદિ અનેક દોષોને ટાળવા મારા જન્મોજન્મના દુ:ખોને દૂર કરવા અને મને પરમસુખ સુધી પહોંચાડવા સમર્થ છે. મારું સદ્ભાગ્ય છે. દેવ-દેવેન્દ્રો પણ જેની ભક્તિ કરે છે એવા શ્રુતજ્ઞાનને બુદ્ધિ દ્વારા સ્પર્શ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. હવે સંયોગ અને શક્તિ અનુસાર આ શ્રુતજ્ઞાનને આરાધું, તેને સમજવા માટે મારી બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરું, શ્રુતજ્ઞાનને વંદન કરી એવી અભિલાષા વ્યક્ત કરું છું કે મારા એક એક આત્મપ્રદેશો આ શ્રુતના રંગથી રંગાઈ જાય અને મારું જીવન તદનુસાર પ્રવર્તે.”
‘બુદ્ધિમાન આત્મા શ્રુતજ્ઞાનમાં પ્રમાદ ન કરે' - તેમ જણાવીને, હવે આવા શ્રુતજ્ઞાન વિષયક પોતે પણ શું કરે છે, તે જણાવે છે.
સિદ્ધ મો ! પયો નમો નિળમÇ - હે પરમર્ષિઓ ! તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળો હું (જિનમતને) નમસ્કાર કરું છું.
અહીં ‘ભો !’ શબ્દ દ્વારા શ્રુતધર ૫૨મ-મહર્ષિઓને આમંત્રણ આપી, તેમની સાક્ષીએ સાધક જણાવે છે કે, “હું શ્રુતના સામર્થ્યને જાણું છું, તેથી સિદ્ધ એવા જિનમતમાં હું દૃઢ પ્રયત્ન કરું છું”
સિદ્ધે (ખિળમÇ) - જિનમતસ્વરૂપ શ્રુતજ્ઞાન સિદ્ધ છે. ‘સિદ્ધ’ શબ્દના ત્રણ અર્થ થાય છે.
(૧) સિદ્ધ એટલે અવશ્ય ફળ આપનાર. જિનમતમાં બતાવેલા માર્ગે ચાલવાથી મોક્ષરૂપી ફળ અવશ્ય મળે છે, તેથી તેને સિદ્ધ કહેવાય.
(૨) સિદ્ધ એટલે પ્રતિષ્ઠિત - સર્વમાં રહેલું. આત્માદિ સર્વ પદાર્થો અનંત ધર્માત્મક છે. અનંત ધર્માત્મક વસ્તુને કોઈ એકાદ ધર્મથી જોવાથી તેનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી, આથી જ જેઓ કોઈ એકાદ ધર્મને આગળ કરીને આત્માદિ પદાર્થોને જુએ છે, તેઓના જ્ઞાનમાં અધૂરાશ છે. જૈનમત સર્વનયથી પદાર્થને જોનાર હોઈ તે પૂર્ણ છે અને વળી જૈનમત સર્વનયથી વ્યાપ્ત હોઈ સર્વ મતનો સમાવેશ જૈનમતમાં થઈ જાય છે. આથી જ પ. પૂ. ઉપાધ્યાયજી મ. સા. એ એક સ્તવનમાં ગાયું છે કે -