________________
૧૫૦
સૂત્રસંવેદના-૨
इअ संथुओ महायस ! भत्तिभर-निब्भरेण हियएण, ता देव ! વિજ્ઞ વોર્દિ મ મ પાસ નિવેદ ! - હે મહાયશસ્વી ! ભક્તિસભર હૃદયે (આપ) આ રીતે (પૂર્વની ગાથામાં જણાવેલ પ્રકારે) (મારા દ્વારા) સ્તુતિ કરાયા છો, તેથી હે દેવ ! હે જિનોમાં ચંદ્ર સમાન પાર્શ્વનાથ ભગવાન ! (આપ મને) જન્મોજન્મ બોધિ આપો.
આ ગાથામાં ત્રણ વિશેષણોથી યુક્ત પાર્શ્વનાથ ભગવાન પાસે સાધક પોતાની સ્તવનાના ફળરૂપે બોધિની યાચના કરે છે. '
અહીં પાર્શ્વનાથ ભગવાનને મહાયશસ્વી, દેવ તથા જિનચંદ્ર - એમ ત્રણ વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે.
મદાવ' એટલે મહા-યશસ્વી. સર્વ દિશામાં ફેલાતી પ્રશંસાને યશ કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓ મહાસત્ત્વથી યુક્ત હોય છે. તેઓ સ્વયં સંસારસાગરથી તરેલા છે અને અન્યને તારવામાં પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. આવા લોકોત્તર પુરુષનો યશ ત્રણે લોકમાં અને દશે દિશાઓમાં ફેલાયેલો છે. આથી મહાન યશવાળા તેઓને મહાયશસ્વી કહેવાય છે.
રેવ' શબ્દ અહીં દેવાધિદેવ માટે વપરાયો છે. જગતમાં સુખ સંપત્તિની અપેક્ષાએ દેવો મહાન ગણાય છે. પરંતુ પરમાત્મા તો આવા દેવોના પણ દેવ છે કેમકે, તેઓ અનંત સુખના સ્વામી છે. અનંત જ્ઞાનાદિ સંપત્તિના માલિક છે, માટે તેઓ જ સાચા અર્થમાં દેવોના પણ દેવ છે.
જિયંતી - જિનોમાં ચંદ્ર તે જિનચંદ્રછે. રાગાદિ શત્રુને જે જીતે છે, તેને જિન કહેવાય છે. જિન તરીકે સામાન્ય કેવલિભગવંતો આદિનો સમાવેશ થાય છે. આવા જિનોમાં પણ વિશિષ્ટ ગુણો અને વિશેષ પ્રકારના પુણ્યના કારણે પાર્શ્વનાથ ભગવાન ચંદ્ર તુલ્ય છે, તેથી તેઓ જિનચંદ્ર કહેવાય છે.
આ રીતે સાધક પાર્શ્વનાથ ભગવાનને વિવિધ વિશેષણોથી સંબોધી પછી પોતાના ભક્તિસભર હૃદયે પ્રભુ પાસે માંગણી કરે છે કે –
ર - “હે દેવ ! આ રીતે એટલે કે પૂર્વની ગાથામાં જે શબ્દો વડે આપનું કે, આપના મંત્ર કે પ્રણામનું માહાભ્ય બતાવ્યું છે, તે શબ્દોથી મારા દ્વારા આપ ભક્તિભરેલા હૃદયથી સમ્યગુ પ્રકારે સ્તવાયેલા છો તે કારણથી અને વળી જે કારણથી આપનું સમ્યકત્વ મોક્ષ સુખ આપે છે, તે કારણથી આપ મને ભવોભવ સમ્યક્ત્વ આપો.”