________________
ઉવસગ્ગહરં સૂત્ર
ભક્તિ ભરેલા હ્રદયે જ્યારે ભક્ત ભગવાન પાસે કંઈક યાચના કરે છે, ત્યારે તે અંતરંગ બહુમાનના પરિણામથી એવી ભાવના ભાવે છે કે -
“હે મહાયશવાળા પ્રભુ! આપ અચિંત્ય ક્તિથી યુક્ત છો, આપનું નામ કે મંત્રજાપ પડ઼ા મહાપ્રભાવવંત છે, આપને કરેલો પ્રણામ પડ઼ા ઘણા ફળવાળો છે અને આપનું સમ્યક્ત્વ તો છેક મોક્ષ સુઘી પહોંચાડે છે. માટે આપ જ મારા માટે આરાધ્ય દેવ છો, આપ જ મારા સુખના સાઘન છો, આપ જ મારા કલ્યાણની કારક છો, અપાર એવા આ સંસારમાંથી તારનાર પણ આપ જ છો, આપ જ પ્રાણ છો, ત્રાણ છો, શસ્ત્ર છો. આપ સમ્યગ્દર્શન આદિ ગુણોના સ્વામી હોવાથી તે આપવા સમર્થ છો. તેથી હે દેવાધિદેવ ! માટે આપની પાસેથી બીજું કાંઈ નથી જોઈતું પણ ભવોભવ સન્માર્ગમાં સહાયક બને એવું સમ્યગ્દર્શન મને આપો.”
૧૫૧
મોક્ષનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને મોક્ષનું અનન્ય કારણ સમ્યક્ત્વ છે એવું જેને પ્રતીત થયું છે, તેવા આત્માઓને મન આ જગતમાં બોધિ-સમ્યક્ત્વથી ચઢિયાતું કાંઈ હોતું નથી. તે સમજે છે કે, એકવાર પણ જો આ સમ્યગ્દર્શન મને પ્રાપ્ત થઈ જશે તો આ જગતની નાશવંત શ્રેષ્ઠ ચીજો કે ભૌતિક સુખ તો શું, પરંતુ આત્માનું શાશ્વત સુખ પણ મને મળ્યા વિના રહેશે નહિ. તેથી તે પરમાત્માને સંબોધીને કહે છે કે – “આ ભક્તિનું મારે બીજું કોઈ ફળ નથી જોઈતું, પરંતુ જ્યાં સુધી મુક્તિ ન મળે, ત્યાં સુધી દરેક ભવમાં મને બોધિ-સમ્યકૃત્વ આપો.”
મુમુક્ષુ આત્મા સમજે છે કે આ બોધિ પણ એમને એમ મળી જાય તેવી ચીજ નથી. લોકોત્તર પુરુષ પાંસે ભાવપૂર્ણ હૃદયથી પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી જ આ વસ્તુ મંને મળી શકે તેમ છે.
જો કે, પાર્શ્વનાથ ભગવાન તો વીતરાગ છે. વીતરાગ કદી કોઈને કાંઈ આપતા નથી, તો પણ ભાવપૂર્ણ હૃદયથી કરેલી પરમાત્માની પ્રાર્થના જ તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ કરાવી, તે ગુણને પ્રાપ્ત કરાવે છે. ‘હા’ પ્રાર્થના સાચા હૃદયની હોવી જોઈએ, શબ્દ માત્ર નહીં અને એ પ્રાર્થનાને અનુરૂપ જીવનમાં યત્ન પણ હોવો જોઈએ. ભાવથી કરેલી પ્રાર્થના અને સ્વશક્તિ અનુસાર તત્ત્વમાર્ગને સમજવાનો અને આચરવાનો પ્રયત્ન જ સાધક માટે જન્માંતરમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે.
-