________________
સૂત્રસંવેદના-૨
પરમાત્માને સ્મૃતિપટ પર લાવી, તેમના પ્રત્યેના અત્યંત કૃતજ્ઞભાવથી ચિત્તને વાસિત બનાવી નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે -
૧૧૦
“હે નાચ્ ! બહુમાનપૂર્વક કરાયેલો આ નમસ્કાર અમોને તમારા વચનાનુસાર પૂર્ણ જીવન જીવવાનું સામર્થ્ય આપો !” આવા ભાવથી કરાયેલો નમસ્કાર ધર્મદેશનાના અમલમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ કરીને ધર્મમાર્ગમાં વીર્યનું પ્રવર્તન કરાવે છે.
દેશના દ્વારા ભગવાન જ ચારિત્રધર્મને આપનારા છે, તેવું કહેવાનું કારણ શું ? તે જણાવતા કહે છે
થમ્બનાયાળું (નમોઽત્યુ ળ) - ચારિત્રધર્મના નાયક પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
શ્રેષ્ઠકોટિના ચારિત્રધર્મના નાયક પ૨માત્મા છે, માટે જ તેઓ દેશના દ્વારા અન્યને ચારિત્રધર્મ આપનારા કહેવાય છે.
આ જગતમાં ધર્મ કરનારા આત્માઓ તો ઘણા છે, પરંતુ ચારિત્રધર્મના સ્વામી કે નાયક કહી શકાય તેવા તો માત્ર અરિહંતભગવંતો જ છે કેમ કે, નાયકપણાને યોગ્ય જે ગુણો જોઈએ તે ગુણો તો અરિહંતોમાં જ હોય છે. આથી જ ચારિત્રધર્મના નાયક પરમાત્મા જ ચારિત્રધર્મને આપનારા છે; એમ કહેવું યથાર્થ છે.
નાયકના મુખ્ય ચાર ગુણો હોય છે, તે આ પ્રમાણે :
૧. વશીકરણ ઃ જેના જે માલિક હોય તેને તે વસ્તુ સંપૂર્ણ વશ હોવી જોઈએ.
૨. ઉત્તમની પ્રાપ્તિ : વસ્તુના માલિકને મળેલી વસ્તુ પણ સામાન્ય ન જોઈએ પરંતુ શ્રેષ્ઠ કોટિની હોવી જોઈએ.
૩. ફળના ભોક્તા : વસ્તુનો માલિક પ્રાપ્ત વસ્તુના ફળનો ભોક્તા પણ હોવો જોઈએ.
૪. વિઘ્નાભાવ : નાયકને વસ્તુના ઉપભોગમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવું ન જોઈએ તો તે સાચા અર્થમાં તેનો નાયક ગણાય.
સામાન્યથી સ્ત્રી, સંપત્તિ આદિના નાયક તો ઘણા હોય છે, તોપણ આ સ્ત્રી કે સંપત્તિનો આ માલિક છે તેમ બહુમાન સાથે ત્યારે જ કહેવાય કે, જો તે સ્ત્રી