________________
નમોત્થ ણં સૂત્ર
પુષ્પમાલા સાંજે કરમાઈ જતાં તને ખેદ થતો નથી અને ૧૦ રૂ. નો ઘડો ફૂટી જતાં તું દુ:ખી થાય છે કેમ કે, પુષ્પમાલા સાંજે કરમાઈ જવાની છે તે વસ્તુ તે સ્વીકારેલી છે અને ઘડાનો નાશ તત્કાળ થવાનો છે, તે વાત તેં સ્વીકારી નથી માટે તું દુઃખી થાય છે. સંસારના સર્વ ભાવો નશ્વર છે, છતાં તેનો અસ્વીકાર જ તને દુઃખી કરે છે, તે વાતને તું વારંવાર વિચાર ! જેથી નશ્વર સંસાર તને મૂંઝવશે નહિ અને તું કદી દુઃખી થઈશ નહિ.
૧૦૯
આ સંસારની અનિત્યતા તને સમજાઈ જશે તો તારી ઘણી ખોટી અપેક્ષાઓનો અંત આવી જશે. તારી અપેક્ષાઓ ઘટશે તો તારી ખોટી ઉત્સુકતાઓ શમી જશે. ઉત્સુકતાનું શમન થતાં તારામાં સ્થિરતા આવશે અને સ્થિરતા આવતા તો તું પરમ આનંદને પ્રાપ્ત કરી શકીશ. હે આત્મન્ ! જ્યાં સુધી તારી ખોટી અપેક્ષાઓ ન ઘટે ત્યાં સુધી તું ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ, કેમ કે, ‘ધમ્મો જિણાણમાણા' જિનની આજ્ઞા ધર્મ છે. ભગવાનની આજ્ઞા અનુસાર ક્ષમાદિ ગુણોને પ્રગટ કરવા પ્રયત્ન કર. ક્ષમાદિ ગુણો જેનાથી પ્રાપ્ત થાય તેવી જ ક્રિયામાં રસપૂર્વક ભાગ લે. જે ક્રિયાથી દોષ પોષાય અને ગુણનું શોષણ થાય, તેવી ક્રિયાથી તું દૂર રહે.
હે ભવ્યજીવ ! દુરંત સંસારનું સર્જન થાય તેવા પ્રવચનના માલિન્યથી તું દૂર રહે. તારી એક પણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ કે, જેનાથી તારક તીર્થંકર કે તીર્થંકરે બતાવેલા ધર્મની નિંદા થાય. તારા નિમિત્તે નિગ્રંથ ગુરુભગવંતો પ્રત્યે કોઈને લેશ પણ દ્વેષ થાય, તારાથી આવું કાંઈ ન થાય માટે તુ જ્ઞાનીપુરુષની નિશ્રામાં રહે. તારા આત્મભાવોને સદા જોતો રહે. આત્મભાવને પ્રાપ્ત કરવા તું સંયમના યોગોનું સતત સેવન કર. જ્ઞાનીપુરુષ પાસે શાસ્ત્ર સાંભળ, તેને ચિંતન કરવા સતત તેનું પરિશીલન કર. સંયમની સાધના કરતાં ક્યાંય અરતિ આદિ ભાવો થાય તો સદ્ગુરુને શરણે ચાલ્યો જા. શાસ્ત્રવચનરૂપ મંત્રોનો જાપ કર ને વિવિધ પ્રકારના તપરૂપ ઔષધનું તું સેવન કર. આનાથી તારાં ક્લિષ્ટ કર્મનો વિનાશ થશે, તારો આત્મા નિર્મળ થશે અને તું શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકીશ.”
આ રીતે ભવિરક્ત આત્માને ભગવાન ચારિત્રધર્મની ઉત્તરોત્તર અવસ્થા અને તેના ફળનું દર્શન કરાવી ચારિત્રધર્મને પ્રાપ્ત કરાવનાર ઉપદેશ આપે છે. આ પદ બોલતાં ધર્મદેશના આપીને જગત ઉપર મહાન ઉપકાર કરનાર