________________
૧૦૮
સૂત્રસંવેદના-૨
સંયોગાદિ ચારિત્રધર્મ સુધી પહોંચાડી શકતા નથી અને આ ધર્મશ્રવણની યોગ્યતા ભવનિર્વેદમાંથી પ્રગટેલ ભગવાનના બહુમાનથી પ્રાપ્ત થાય છે માટે ભગવાન ચારિત્રધર્મના દાતા કહેવાય છે. - આ પદ બોલતાં ચારિત્રધર્મના દાતા પરમાત્માનું સ્મરણ કરી, તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા ભાવને પ્રગટ કરીને નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે -
હે નાથ ! આયે તો ઉચ્ચતમ ચારિત્રઘર્મનું પ્રદાન જગતને કર્યું છે. આપને કરાતો આ નમસ્કાર મારામાં ચારિત્રઘર્મની
યોગ્યતા પ્રગટાવો !' ભગવાન ચારિત્રધર્મ આપનારા છે, તે પૂર્વપદમાં જોયું. હવે પ્રભુ આપણને ચારિત્રધર્મને કઈ રીતે આપે છે, તે આ પદ દ્વારા આપણે જોઈએ -
ઘમ્મસયા (મોડલ્થ i) - ધર્મના દેશક પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
સંસારની અસારતા સમજાવી ચારિત્રધર્મની પ્રાપ્તિને યોગ્ય દેશનાને આપનાર પરમાત્માને આ પદ દ્વારા નમસ્કાર કરવામાં આવે છે.
અનંતકાળથી જીવ સંસારમાં રાચી-માચીને રહ્યો છે. આ સંસારનો ત્યાગ કરવાનું મન તેને ત્યારે જ થાય કે, જ્યારે સંસારની વાસ્તવિકતાનો તેને ખ્યાલ આવે !... આથી જ પરમાત્મા સૌ પ્રથમ ધર્મદેશનામાં આ સંસાર આત્મા માટે કેટલો અહિતકર છે, તેનાથી જીવ કેવી રીતે દુઃખી થાય છે વગેરે બાબતો સમજાવી ભવ્યાત્માઓને સંસારથી વિમુખ કરે છે. '
આવા આત્માને પરમાત્મા કહે છે કે,
“હે ભવ્યાત્મન્ ! તને પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવ કેટલો દુર્લભ છે, તેનો વિચાર કર ! આવા દુર્લભ મનુષ્યભવને પ્રાપ્ત કરીને પરલોક પ્રધાન ધર્મની સાધના કરવામાં જ શ્રેય છે. ધર્મની સાધના કર્યા વિના આ દુઃખદ સંસારનો અંત આવી શકે તેમ નથી ! આવી ધર્મસાધના કરવા તું સન્શાસ્ત્રનો અભ્યાસ કર ! શાસ્ત્રજ્ઞો પાસે જઈને શાસ્ત્રના મર્મને તું સમજ ! શાસ્ત્રના મર્મને સમજવા તારા ચિત્તને અનિત્યાદિ ભાવોથી ભાવિત કર ! અનિત્ય ભાવને સમજવા તું પુષ્પમાલા અને ઘટના દૃષ્ટાંતનો વિચાર કર ! ૧૦૦૦ રૂ. ની