________________
તમોત્યુ ણં સૂત્ર
૧૦૭
શ્રેષ્ઠકોટિનો ચારિત્રધર્મ એ આત્માની સર્વથા મોહરહિત અવસ્થાસ્વરૂપ છે. સર્વથા મોહરહિત આત્માનો પરિણામ, નિષ્પાપ પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે અને નિષ્પાપ પ્રવૃત્તિ ભગવાને બતાવેલ સમિતિ-ગુપ્તિ આદિરૂપ ક્રિયાકલાપથી પ્રાપ્ત થાય છે, આ ક્રિયાકલાપ માટે સાધુવેશ અત્યંત જરૂરી છે, આથી જ સાધુવેશના પરિધાનપૂર્વક સમિતિ-ગુપ્તિના પાલન દ્વારા સર્વથા મોહરહિત થવા માટેનો અંતરંગ યત્ન તે જ શ્રમણધર્મ કે સર્વચારિત્ર છે.
આ જગતમાં ધર્મ તો ઘણા છે, પરંતુ સૂક્ષ્મ પ્રકારે હિંસાદિ પાપોના નિવર્તન સ્વરૂપ ચારિત્રધર્મ તો સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય જોવા મળે તેવો નથી.
આ શ્રમણધર્મ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી આત્માનો શુદ્ધ પરિણામ છે, જે કોઈપણ જીવને પીડા નહિ કરવાના પરિણામસ્વરૂપ છે માટે જ શાસ્ત્રમાં તેને “સકલસત્ત્વહિતાશયવૃત્તિ” (જીવ માત્રનું હિત કરવાની ભાવના) સ્વરૂપ અમૃત કહેલ છે. નાનામાં નાના જીવને પણ પીડા ન થાય, તેના આત્માનું અહિત ન થાય તેની તકેદારી સાધુ જીવનમાં સર્વદા રાખવામાં આવે છે. આથી તે અમરણ અવસ્થારૂપ મોક્ષનું સાક્ષાત્ કારણ છે માટે તે ભાવને અમૃત તરીકે ઓળખાવ્યો છે.
આવા પ્રકારના સાધુધર્મની તીવ્ર ઈચ્છા હોવા છતાં જ્યાં સુધી તે સ્વીકારવાની શક્તિ ન આવે ત્યાં સુધી તે શક્તિને પ્રગટ કરવા અણુવ્રતથી (નાનામાં નાના વ્રતથી) માંડી શ્રાવકની અગિયારમી શ્રમણભૂત પ્રતિમા સુધીની સર્વ ધર્મસાધના શ્રાવકધર્મરૂપ છે. એટલે આ શ્રાવકધર્મ પણ સાધુધર્મના સ્વીકારની ભાવનાપૂર્વક નાનાં નાનાં વ્રતોમાં કરાતા યત્નથી પ્રાપ્ત થાય છે, અન્યથા નહિ.
જો કે આવા શ્રેષ્ઠકોટિના ધર્મની પ્રાપ્તિમાં મનુષ્યજન્મ, સદ્ગુરુનો સંયોગ, સ્વયોગ્યતા આદિ કારણો ચોક્કસ કાર્ય કરે છે, તોપણ તે સર્વ કારણમાં મહત્ત્વનું કારણ છે ધર્મશ્રવણની યોગ્યતા. ધર્મશ્રવણની યોગ્યતા વિના ગુરુ54. साधुधर्मा पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षण; स्वपरिणाम વ ! '
- લલિત વિસ્તા 55. श्रावकधर्मोऽणुव्रताधुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषातिशयरूपः आत्मपरिणामः ।
- લલિત વિસ્તરો