________________
તમોત્યુ સૂત્ર
૧૧૧
કે સંપત્તિ તેને વશ હોય. વળી, તે સ્ત્રી કે સંપત્તિ સામાન્ય નહિ, પરંતુ શ્રેષ્ઠ કોટિની પ્રાપ્ત થયેલી હોય અને તે સ્ત્રી કે સંપત્તિના ઉપભોગનું સુખ તે માણી શકતો હોય. અકાળે તેનો વિનાશ ન થાય તેવી હોય અને તેના ઉપભોગમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે તેવી ન હોય. ધર્મના નાયક પણ તેમને જ કહેવાય કે જેમને * ધર્મ વશ હોય અર્થાત્ ધર્મ જેમને આત્મસાત્ થયેલો હોય. * વળી, તે ધર્મ સામાન્ય નહિ પણ વિશિષ્ટ કોટિનો પ્રાપ્ત થયેલો હોય. * તેઓ પૂર્ણ કક્ષાએ ધર્મના ફળનો ઉપભોગ કરી શકતા હોય અને * તેમને પ્રાપ્ત થયેલા ધર્મમાં કદી વિઘ્ન આવતું ન હોય. ૧. વશીકરણ: કોઈ પણ વસ્તુ વશ ત્યારે થાય છે, જ્યારે તેને વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવે. ભગવાને સંપૂર્ણ વિધિપૂર્વક સંયમ જીવનનો સ્વીકાર કર્યો હતો. તેઓએ સંયમ પૂર્વે કે પછી પોતાનું જે સમયે જે ઔચિત્ય હોય, તે ઔચિત્યનું પૂર્ણ પાલન કરીને સંયમજીવન વહન કરેલ. વળી, સંયમજીવન ગ્રહણ કર્યા પછી પણ તેમાં કોઈ દોષ (અતિચાર) ન લાગી જાય, તેની પૂર્ણ કાળજી રાખી હતી. સંપૂર્ણ સંયમ પોતાને આત્મસાતું થયા પછી (ફળ મળ્યા પછી) તેઓએ યોગ્ય આત્માઓને તેનું પ્રદાન કર્યું હતું. વળી, જ્યારે જ્યારે અન્યને પ્રદાન કરવાનું હોય ત્યારે અન્ય મુનિઓની જેમ તેમને કોઈનાં વચનની અપેક્ષા રાખવી પડતી નહોતી, માટે પરમાર્થથી પરમાત્માએ ધર્મને વશ કરેલો હતો.
૨. ઉત્તમની ધર્મની પ્રાપ્તિ : ચારિત્રના અસંખ્ય પ્રકારો છે. તે સર્વ પ્રકારોમાં પરમાત્માએ શ્રેષ્ઠ એવું ક્ષાયિક ભાવનું (યથાખ્યાત) ચારિત્ર પ્રાપ્ત કર્યું હતું. જો કે, સામાન્ય કેવળીને પણ આ જ ચારિત્ર હોય છે, તોપણ વિશિષ્ટ પ્રકારના તથાભવ્યત્વના કારણે તીર્થકરના આત્મામાં એટલું વિશેષ છે કે, તેઓ આ ચારિત્રને પામી વિશિષ્ટ કોટિનો પરાર્થ સાધી શકે છે, આથી પશુ-પક્ષી જેવાં હીન યોનિવાળાં પ્રાણીઓને પણ તેઓ ધર્મ પમાડી શકે છે.
૩. ઉત્કૃષ્ટ ફળના ભોક્તા : ઉત્કૃષ્ટધર્મની આરાધનાના ફળ સ્વરૂપે તીર્થકરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ અષ્ટપ્રાતિહાર્ય આદિ સમૃદ્ધિ, વાણીના ૩૫ ગુણો, વિશિષ્ટકોટિનું રૂપ, યશ આદિ સમૃદ્ધિનો ઉપભોગ તીર્થકરને હોય