________________
૧૧૨
સૂત્રસંવેદના-૨
છે, આ સર્વોત્તમ ઋદ્ધિની પ્રાપ્તિ દેવ-દેવેન્દ્રો માટે પણ અશક્ય હોય છે. તેથી પરમાત્મા જ સાચા અર્થમાં ધર્મના નાયક છે.
૪. ધર્મમાં વિઘાતનો અભાવ : પરમાત્માએ ઉત્તમ ધર્મની આરાધના કરી ચોક્કસ ફળ આપે તેવું સર્વથી શ્રેષ્ઠ પુણ્ય બાંધ્યું હોવાથી અને પાપકર્મનો સર્વથા નાશ કર્યો હોવાથી તેમણે હવે વિઘ્ન કરનાર કોઈ તત્ત્વ જ રહ્યું નથી, તેથી ધર્મમાં વિઘાતનો અભાવ છે. તેથી તેઓ જ ધર્મના નાયક છે.
આ ચારે ચાર હેતુઓના અવાંતર બીજા ચાર-ચાર56 કારણો પણ લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવા
આ પદ બોલતાં સર્વશ્રેષ્ઠ સંયમના સ્વામી અરિહંત પરમાત્માને નજર સમક્ષ લાવી હૃદયના ભાવથી પરમાત્માને પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે -
“હે નાથ ! આપને કરાતો આ નમસ્કાર અમોને પણ શ્રેષ્ઠ '
ચારિત્રના સ્વામી બનાવો.” ધર્મના નાયક પણ જો ધર્મરથના સારથિ ન બને તો અન્યને ચારિત્રધર્મમાં પ્રવર્તાવી શકતા નથી, આથી હવે તેનું વિવેચન કરતાં કહે છે -
થમ-સારીvi (નમોજુ w) - ચારિત્રધર્મના સારથિ એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
જે વ્યક્તિ રથનું સમ્યક્ પ્રકારે પ્રવર્તન, પાલન અને દમન કરે તેને રથનો સારથિ કહેવાય છે, તેમ જે સ્વ અને પરમાં સંયમધર્મનું પ્રવર્તન, પાલન અને દમન કરે તે સંયમરૂપ રથનો સારથિ કહેવાય છે. અરિહંતભગવંતો પોતાનામાં અને અન્યમાં શ્રેષ્ઠકોટિના ચારિત્રધર્મનું પ્રવર્તન, પાલન અને દમન કરી શકે છે, માટે તેઓ ચારિત્રધર્મના સારથિ છે.
56.
મૂળ હેતુ
પ્રત્યેકના ૪-૪ અવાંતર હેતુઓ ૧. ધર્મવશીકરણ - વિધિ સમાસાન’ - નિરતિચારપાનને થોચિતતાને અપેક્ષા માવ ૨. ઉત્તમધર્મપ્રાપ્તિ - ક્ષયિષપ્રાપ્તિ - પાર્થસંપાદન ઢીને પ્રવૃત્તિ - તાવ્યત્વ ૩. ધર્મફલ યોગ - સકસી - પ્રતિહાર્યો" - ૩ઃારમ' - તાધિપત્ન ૪. ધર્મવિધાતાભાવ - અવશ્યપુવીનત્વ - પિવાનુપતિ-પપક્ષમાવે -
अहेतुकविघातासिद्धि