________________
તમોત્યુ ણં સૂત્ર
૧૧૩
સારથિ બનીને પરમાત્મા ધર્મરૂપી રથનું પ્રવર્તન, પાલન અને દમન કઈ રીતે કરે છે તે જોઈએ -
પ્રવર્તનઃ ભગવાન ચારિત્રનું સમ્યફ પ્રવર્તન કરી શકે છે, તેનું મૂળ કારણ તેમનું વિશેષ પ્રકારનું તથાભવ્યત્વ છે. આવું વિશિષ્ટ તથાભવ્યત્વ જ્યારે નજીકમાં મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું બને છે, ત્યારે મોહની પક્ક ઢીલી પડે છે, મન પૌલિકભાવથી પાછું વળી આત્મભાવને અભિમુખ બને છે. આ કારણે જ મિથ્યાત્વ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધવા રૂપ અપુનબંધકપણાને પ્રભુ પામે છે. ત્યારે જ તાત્ત્વિક ધર્મની શરૂઆત થાય છે. ધર્મમાર્ગમાં ઉત્તરોત્તર સમ્યગુ યત્ન વધતાં ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવે તેવું સમ્યગુ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનથી વિરતિની પ્રાપ્તિ થાય છે. વિરતિધર્મના પાલનથી મોહનો વિનાશ થાય છે અને મોહનો નાશ થતાં પ્રભુને ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રાપ્ત થાય છે, જે આત્માનો સ્વભાવિક ભાવ છે. આ ભાવ પ્રાપ્ત થતાં પરમાત્મા પોતાના આત્માને સંયમધર્મમાં ઉપાદાનભાવે પ્રવર્તાવે છે અને અન્યના આત્માને ઉપદેશાદિ દ્વારા નિમિત્તભાવે સંયમમાર્ગમાં પ્રવર્તાવી શકે છે.
પાલન : રથના સમ્યગું પ્રવર્તનનું મૂળ કારણ જેમ તેના અંગભૂત અશ્વાદિનું સમ્યગૂ પ્રકારે પાલન-પોષણ વગેરે છે, તેમ અંતરંગ ભાવચારિત્રના પ્રવર્તનનું મૂળ કારણ તેનાં અંગભૂત મહાવ્રતો, સમિતિ, ગુપ્તિ આદિ બાહ્ય ક્રિયાઓનું સમ્યનું પાલન છે. પરમાત્મા ભાવચારિત્રના કારણભૂત સમિતિ, ગુપ્તિ અને મહાવ્રતોનું યથાયોગ્ય પાલન કરે છે અને ઉપદેશ આદિ દ્વારા અન્યને પણ તે તે ક્રિયામાં પ્રવર્તાવે છે. આ રીતે સંયમનાં અંગોનું યોગ્ય પાલન કરતા અને કરાવતા પ્રભુ સાચા અર્થમાં ધર્મના સારથિ છે.
દમન : રથનું પાલન અને પ્રવર્તન કરવા ઉપરાંત ખોટા માર્ગે જતા અશ્વોનું દમન કરી તેઓને સાચા માર્ગે લઈ જનારને જેમ રથનો સારથિ કહેવાય છે, તેમ આત્મધર્મથી ઉન્મુખ જતી ઈન્દ્રિય અને મનને બાહ્યભાવોથી વાળી આત્મભાવમાં સ્થિર કરનારને ધર્મરથનો સારથિ કહેવાય છે. વરબોધિની પ્રાપ્તિથી પ્રારંભી પરમાત્મા આત્મધર્મથી વિપરીત પ્રવર્તતાં મન અને ઈન્દ્રિયને અટકાવી આત્મધર્મને અભિમુખ પ્રવર્તાવે છે. તથા મન અને ઈન્દ્રિયના નિગ્રહમાં વિઘ્ન કરનાર ચારિત્રમોહનીયકર્મનો નાશ કરી છેક યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. આમ તેઓ પોતાની ઇન્દ્રિય આદિનું દમન કરનારા છે અને