________________
૧૧૪
સૂત્રસંવેદના-૨
ઉપદેશ દ્વારા અન્યના મન-ઇન્દ્રિયાદિનું દમન કરાવનારા પણ છે. - આ રીતે પ્રવર્તન, પાલન અને દમનના યોગથી પરમાત્મા જ ધર્મના સારથિ છે. જો કે, બીજા આત્માઓ પણ ચારિત્રધર્મમાં પ્રવર્તન, પાલન અને દમન તો કરે છે, તોપણ ધર્મના સારથિ તો તીર્થકર જ કહેવાય છે કેમ કે, તેઓ સ્વયં ચારિત્રધર્મમાં પ્રવર્તે છે અને ઉપદેશ દ્વારા અન્યને પ્રવર્તાવે છે. ધર્મરથના શ્રેષ્ઠ સારથિ પરમાત્માને પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે -
“હે નાથ ! આપ અમારા ઘર્મથના સારથિ બની અમોને છેક મોક્ષ સુધી પહોંચાડો ! લૌકિક વ્યવહારમાં જેમ કહેવાય છે કે, શ્રીકૃષ્ણ જેના સારથિ બને તેના વિજયમાં કોઈ શંકા 'રહેતી નથી તેમ હે નાથ ! આપ જો મારા ઘર્મસારથિ બનો તો પછી ભવપાર પામવામાં મને કોઈ શંકા રહેશે નહિ !”
થ-વર-રીડરા-વવિઠ્ઠીvi (નમોડલ્થ ) - ધર્મના શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.)
ચારિત્રધર્મ એ જ શ્રેષ્ઠ ચક્ર છે. ચક્રવર્તીનું ચક્ર રત્ન જેમ શત્રુનો વિનાશ કરી ચક્રવર્તીને છ ખંડના સ્વામી થવામાં સહાયક બને છે, તે જ રીતે ચારિત્રધર્મરૂપી ચક્ર પણ અંતરંગ શત્રુનો વિનાશ કરી, ચાર ગતિના પરિભ્રમણની પરાધીનતાને દૂર કરી આત્માને અનંત જ્ઞાનાદિ ગુણસંપત્તિના સ્વામી બનાવે છે. માટે તે ચાર ગતિનો અંત કરનાર ચાતુરંત ચક્ર કહેવાય છે.
જો કે, ચાર ગતિઓ તો શાશ્વતી છે, નિત્ય રહેવાની છે, તોપણ જેના અંતરમાં ચારિત્રધર્મ પરિણામ પામે છે, તે આત્મા આ ચાર ગતિમાંથી બહાર, નીકળી જાય છે, તે રૂપે તે આત્મા ચાર ગતિનો અંત કરનાર થાય છે.
ચક્રવર્તીનું ચક્ર તો આ લોકમાં અને તે પણ પુણ્ય હોય ત્યાં સુધી જ સાથે રહે છે. અવિવેકી આત્માઓ માટે તો તે પરલોકમાં નરકાદિ ગતિનાં ભયંકર દુઃખોનું કારણ પણ બને છે. વળી, ચક્રીનું ચક્ર દ્રવ્ય-ભાવપ્રાણનું ઘાતક પણ છે; જ્યારે ધર્મરૂપી ચક્રરત્ન આલોકમાં પણ સુખ આપે છે અને પરલોકમાં સદ્ગતિની પરંપરાઓ સર્જી પ્રાંતે મોક્ષના અનંતાં સુખોને પ્રાપ્ત કરાવે છે, અને સદા માટે તે ઉભયપ્રાણનું રક્ષણ કરનાર છે. આથી જ ધર્મચક્ર શ્રેષ્ઠ ચક્ર છે.