________________
તમોત્યુ સૂત્ર
૧૧૫
આ ચારિત્રધર્મ જ શ્રેષ્ઠ છે, તેનું કારણ તે ત્રિકોટિ પરિશુદ્ધ છે. એટલે ચારિત્રનો આદ્ય ભાગ, મધ્ય ભાગ અને અંતિમ ભાગ, ત્રણે ભાગ અવિસંવાદિ છે અથવા કષ, છેદ અને તાપરૂપ ત્રિકોટિથી પરિશુદ્ધ છે. ધર્મનો આદ્ય ભાગ એટલે અપુનબંધક અવસ્થા, આ દશામાં સ્વીકારેલી દ્રવ્યવિરતિ પણ કલ્યાણનું કારણ છે. ધર્મનો મધ્યમ ભાગ એટલે સમ્યગ્દષ્ટિપણું તે કાળમાં સ્વીકારેલ વ્રત-નિયમો પણ આત્મશુદ્ધિનું કારણ બને છે અને ધર્મનો અંતિમ ભાગ એટલે સર્વ સંવરભાવનું ચારિત્ર, તે તો નિયમા મોક્ષનું કારણ બને છે; માટે આ ધર્મરૂપ ચક્ર જ જગતમાં શ્રેષ્ઠ છે અને આ શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા પરમાત્મા જ શ્રેષ્ઠ ચાતુરંત-ચક્રવર્તી છે.
વળી, આ ચાર ગતિનો અંત દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મથી પણ થાય છે. તાત્ત્વિકકોટિના દાનધર્મના કારણે જ ધનાદિની મહામૂચ્છરૂપ અતિરૌદ્ર મહામિથ્યાત્વ નાશ પામે છે. શીલના પાલનથી સંયમગુણ પ્રગટ થતાં અવિરતિનું પાપ અટકે છે. તપ ધર્મના પાલનથી મન અને ઈન્દ્રિયનો સંયમ થતાં કર્મનો વિનાશ થાય છે અને ભાવધર્મના પાલનથી મન પૌદ્ગલિક ભાવોથી પાછું વળી આત્મભાવમાં સ્થિર થાય છે. આ રીતે
57. ત્રિકોટિ પરિશુદ્ધ એટલે કષ, છેદ અને તાપ પરીક્ષાથી ઉત્તીર્ણ = શુદ્ધ : (a) કષપરીક્ષા શુદ્ધઃ આ સુવર્ણ અસલી છે કે નકલી, તેની તપાસ માટે તેને કસોટી પત્થર
ઉપર ઘસવામાં આવે છે. જો યોગ્ય રેખા થાય તો તે સુવર્ણને કષ પરીક્ષાથી શુદ્ધ ગણાય છે. તેમ જે ધર્મશાસ્ત્રમાં હિંસા, જૂઠ આદિ પાપસ્થાનકોનું નિષેધરૂપે અને ધ્યાન, સ્વાધ્યાય, તપ આદિ સ&િયાનું વિધાનરૂપે કથન જોવા મળે તે શાસ્ત્રોને કષ-પરીક્ષાથી
શુદ્ધ શાસ્ત્રો કહેવાય છે. (b) છેદ-પરીક્ષા શુદ્ધઃ જેમ સોનાને વધુ તપાસ માટે છીણીથી કાપવામાં આવે અને
અંદરમાં પણ જો તે શુદ્ધ જણાય તો તે છેદ-પરીક્ષાથી ઉત્તીર્ણ કહેવાય; તેમ જ શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય આચાર-અનુષ્ઠાનો તેમાં બતાવેલ વિધિ-નિષેધને અનુકૂળ - હોય તે શાસ્ત્ર છેદ-પરીક્ષા શુદ્ધ કહેવાય. (c) તાપ-પરીક્ષા-શુદ્ધઃ જેમ વધુ તપાસ માટે કે સંપૂર્ણ શુદ્ધિ જાણવા માટે અગ્નિના તાપમાં
ઓગાળતાં જે સોનું જરા પણ ઝાંખુ ન પડે, પરંતુ વધુ તેજસ્વી બને તે સોનું તાપ-પરીક્ષા શુદ્ધ કહેવાય છે. તેમ જ ધર્મમાં પૂર્વોક્ત બન્ને શુદ્ધિની સાથે જીવાદિ તત્ત્વો એવી રીતે કહ્યાં હોય કે જેના કારણે બંધ-મોક્ષ આદિની વ્યવસ્થા યથાર્થપણે ઘટી શકે, તે ધર્મશાસ્ત્ર તાપ-પરીક્ષામાં શુદ્ધ કહેવાય. જે ધર્મ આ ત્રણે પરીક્ષાથી શુદ્ધ હોય તે સાચો ધર્મ કહેવાય.