________________
શ્રી કલ્યાણ-કંદ સૂત્ર
૨૩૧
આવા જિનમતને હું હંમેશા મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું. તેના પ્રત્યેનો આદર અને બહુમાન હરપળ હું ધારણ કરું છું.
શ્રુતજ્ઞાનની સ્તવના કરી, હવે તેની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીની સ્તવના કરતાં કહે છે.
कुंदिंदु-गोक्खीर-तुसार-वत्रा, सरोज-हत्था, कमले निसन्ना વાસિત પુત્વય-વપ-સ્થા, સુદાય સા કમ્ફ સયા પત્થા - મચકુંદના (મોગરાના) ફૂલ, ચંદ્રમા, ગાયનું દૂધ અને બરફના કણિયા જેવા વર્ણવાળી (શ્વેત કાયાવાળી), એક હાથમાં કમળ અને બીજા હાથમાં પુસ્તકના સમૂહને ધારણ કરનારી, કમળ ઉપર બેઠેલી (તથા) પ્રશસ્ત-ઉત્તમ તે વાગેશ્વરી દેવી (સરસ્વતી દેવી) સદા અમારા સુખ માટે થાઓ. (અમને સદા સુખ આપનારી થાઓ.)
સરસ્વતી દેવી ગીતરતિ (ગીતશા) નામના ઇન્દ્રની પટરાણી છે. શ્રુતજ્ઞાન પ્રત્યે તેમને અતિ આદર છે તેઓ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની વિશેષ પ્રકારે ભક્તિ કરે છે ‘ગાવૃતિ પુન્ યર્તિ' એ ન્યાયે તેમનામાં કેવા ગુણો રહેલા હશે તે તેમના દેહના વર્ણન દ્વારા જ જણાઈ આવે છે. તેમના શરીરનો વર્ણ ગૌર છે અને તે પણ સામાન્ય નહિ મચકુંદનો ફૂલ, ચંદ્રમા, ગાયના દૂધ અને ઝાકળ બિંદુ-પાણીનાં કણિયા જેવું વિશિષ્ટ ગૌરવર્ણ છે.
જો કે મૃતદેવીનો દેહ શ્વેત વર્ણનો છે, તેવું એક દૃષ્ટાંત દ્વારા જણાવી શકાય તેવું હતું, છતાં ગ્રંથકારે ચાર દૃષ્ટાંત આપ્યાં છે. તેની પાછળ કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ, પણ તેનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી. આમ છતાં આવી કલ્પના થઈ શકે છે કે -
- મચકુંદનું ફૂલ જેમ શ્વેત છે, સાથે સુગંધી પણ છે. તેમ આ સરસ્વતીદેવીનું શરીર જેત તો છે, સાથે શીલાદિ ગુણોથી સુગંધિત પણ છે.
- ચંદ્ર જેમ શ્વેત છે, સાથે સૌમ્ય છે, તેમ ચંદ્રના જેવી ઉજ્વળ શ્વેતવર્ણવાળી આ દેવી શ્વેતવર્ણ સાથે સૌમ્યાકૃતિવાળી પણ છે. અને શ્રુતજ્ઞાનરૂપી ગુણનું પ્રદાન કરનારી છે.
- ગાયનું દૂધ જેમ શ્વેત છે અને સાથે પવિત્રને ગુણકારી પણ છે, તેમ શ્વેતવર્ણા આ દેવીનું જીવન ગાયના દૂધની જેમ પવિત્ર પણ મનાય છે. અને