________________
૨૩૦
સૂત્રસંવેદના-૨
. છે. આથી સિદ્ધાંતની વાતોમાંથી ક્યારે ઉત્સર્ગમાર્ગનો આશ્રય લેવો અને ક્યારે
અપવાદ માર્ગનો આશ્રય લેવો ? વળી, આ શાસ્ત્રનું કથન કયા નયથી છે ? અને કયા નયથી પદાર્થ જોવો તે મારા માટે હિતકારક છે, આ બાબતો સિદ્ધાંતના જ્ઞાન વગર સામાન્ય જન સમજી શકે તેમ નથી. તેને સૂક્ષ્મ દૃષ્ટિવાળા પંડિતો જ જાણી શકે છે અને તેઓ જ સર્વજ્ઞ સિદ્ધાંતની પરીક્ષા કરી યથાર્થસ્વરૂપે સ્વીકારી શકે છે. અન્ય પુરુષો તો આ સિદ્ધાંતને સમજી પણ શકતા નથી તો સ્વીકારવાની તો વાત જ ક્યાં ? આથી જ ભગવાનનો મત પંડિત પુરુષો માટે જ શરણભૂત છે. | જિજ્ઞાસા: જિનમત પંડિત માટે જ શરણ છે, મંદબુદ્ધિવાળા માટે નહિ ? તો મંદબુદ્ધિવાળાએ શું કરવું ?
તૃપ્તિ : જિનમતને સમજવાની તીક્ષ્ણ બુદ્ધિ જેઓની નથી તેવા આત્માઓએ ગીતાર્થોનું-વિદ્વાનોનું શરણ સ્વીકારવું જોઈએ. તેઓ શાસ્ત્રાનુસાર જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવું જોઈએ, તો જ કલ્યાણ થઈ શકે, અન્યથા નહિ. આથી જ ભગવાને સાધનાના બે જ માર્ગ બતાવ્યા છે. કાં તો સ્વયં ગીતાર્થ બનો એટલે શાસ્ત્રના જ્ઞાતા બનો અથવા જ્યાં સુધી તમો ગીતાર્થ ન બની શકો ત્યાં સુધી ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં રહીને સાધના કરો.
નમામિ નિરું તિનપા - ત્રણ જગતમાં પ્રધાન - એટલે ત્રિલોકમાં જે શ્રેષ્ઠ છે તે (જિનમતને) હું નિત્ય નમસ્કાર કરું છું.
આ જગતમાં મત એટલે દર્શન શાસ્ત્રો, ધર્મ ગ્રંથો તો ઘણાં છે અને તે ગ્રંથો જગતમાં રહેલા પદાર્થોનું વર્ણન પણ કરે છે પરંતુ તેમનું તે વર્ણન અપૂર્ણ અને એક દૃષ્ટિકોણથી પદાર્થને જોઈને કરેલું હોય છે. જ્યારે જૈનશાસ્ત્રો જગતવર્તી સર્વ પદાર્થોનું વર્ણન અનેક દૃષ્ટિકોણથી કરે છે. આ જગતમાં રહેલા સૂક્ષ્મ અને બાદર જીવોનું તથા રૂપી અને અરૂપી પદાર્થોનું યથાર્થ દર્શન જૈન ગ્રંથો કરાવે છે. વળી જૈનશાસ્ત્રો આત્માદિ સર્વ પદાર્થોને એક દૃષ્ટિકોણથી નહિ પણ અનેક દૃષ્ટિથી પદાર્થને વર્ણવે છે. પદાર્થ વિષયક આવું વર્ણન અન્યત્ર
ક્યાંય જોવા મળતું નથી. માટે સ્વર્ગ, પાતાલ અને મનષ્યલોકરૂપ આ ત્રણ જગતમાં જૈનશાસન પ્રધાન છે. તેનો જોટો ક્યાંય જોવા મળે તેવો નથી. 4. જીવ જ વિહારો, વીમો ની નિસ્સીનો માગો . इत्तो तइय विहारो, नाणुण्णाओ जिणवरिंदेहिं ।।
- પંચાશક-૧૫(૩૧