________________
૧૬૮
સૂત્રસંવેદના-૨ .
ગુણ માટેની પ્રાર્થના ગુણવાન પાસે જ કરાય. તેથી “ભગવાનથી મને આ સર્વ પ્રાપ્ત થાઓ.” એમ કહેવું તે યોગ્ય જ છે.
આ પદ બોલતાં શ્રેષ્ઠ કોટિના રૂપવાળા. પરમ ઐશ્વર્યવાળા અને કેવળજ્ઞાનાદિ ગુણોવાળા ભગવાન મારી સામે છે, મારા હૃદયમાં બિરાજમાન છે. તેવી કલ્પના કરીને, તેમના પ્રભાવથી જ મને આ ગુણો મળવાના છે, તેવા પાક્કા વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક સાધક પ્રાર્થના કરતાં કહે છે કે,
“હે ભગવંત ! માટે સુખી થવું છે. સાચું સુખ મોક્ષમાં છે તે હું જાણું છું અને મોક્ષમાર્ગે ગુફા વિના ચલાતું નથી માટે જ આય પાસે આ ગુની હું સહૃદય પ્રાર્થના કરું છું. હૃદયપૂર્વકની મારી આ પ્રાર્થનાને આય સાંભળજો ! અને તે
કૃપાનિધાન ! કૃપા કરીને મને આ ગુણોનું દાને કરજો.” હવે સાધના માટે સૌ પ્રથમ જે ગુણની ખાસ જરૂર છે તેની માંગણી કરતાં કહે છે.
ભવનિત્રેગો - ભવનો કંટાળો. “હે ભગવાન ! તમારા પ્રભાવથી મને ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ.”
ભવનિર્વેદ એટલે સંસારનો કંટાળો, સંસાર પ્રત્યે અણગમો, સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા, સંસારનું અબહુમાન.
ભવ એટલે સંસાર. જ્યાં સુધી આત્મા સંસારમાં છે, ત્યાં સુધી તેને એક ભવમાંથી બીજા ભવમાં જન્મ લેવો પડે છે. જન્મતાંની સાથે જ જીવનો શરીર સાથે સંબંધ થાય છે. શરીરના કારણે તેને અનેક જરૂરિયાતો ઊભી થાય છે. તે જરૂરિયાતને પૂરી કરવા તેને અથાગ પ્રયત્ન કરવો પડે છે. વિવેક વિનાનો આત્મા તે પ્રયત્નથી પુનઃ નવાં કર્મો બાંધે છે અને કર્મ બાંધીને અનંતાં દુઃખોનું ભાજન બને છે. દુઃખોને સહન કરતાં ક્યાંક પુણ્ય બાંધે છે અને તેનાથી ક્વચિતુ ક્યાંક સુખ મળે છે, તે સુખ પણ કાલ્પનિક અને દુઃખની હળવાશ (અલ્પકાળ માટે દુઃખનો પ્રતિકાર) માત્ર હોય છે.
આમ છતાં મિથ્યાત્વને કારણે જેની મતિ ભ્રમિત થઈ ગઈ છે, સંસારનાં કષાયજન્ય સુખ સિવાય આત્માનું સુખ જેણે કદી જોયું જ નથી, તેને આ દુઃખની હળવાશરૂપ ભૌતિક સુખ જ પારમાર્થિક લાગે છે, તે જ સારભૂત લાગે છે. તે સુખમાં પરાધીનતા, ભય, શ્રમ આદિ અનેક દુઃખો હોવા છતાં તેને તે