________________
જયવીરાય સૂત્ર
૧૬૭
રોડ મને તુE Tમાવો ભવં ! - “હે ભગવાન ! મને તમારા પ્રભાવથી (ભવનિર્વેદ આદિની) પ્રાપ્તિ થાઓ !”
ભય શબ્દ ભગવાનનો વાચક છે. આ ‘મા’ સંબોધનવાચક શબ્દ છે. હૃદયમંદિરમાં બિરાજમાન ભગવાનને સંબોધીને પ્રાર્થના કરતાં સાધક કહે છે કે - “હે ભગવાન! તમારા પ્રભાવથી મને ભવનિર્વેદ આદિ વસ્તુની પ્રાપ્તિ
થાઓ !”
પ્રભાવનો અર્થ છે પ્રસાદ-કૃપા. ઉપાસ્ય તત્ત્વ પ્રત્યેનો અત્યંત બહુમાનનો ભાવ, અંતરંગ ભક્તિનો ભાવ તે જ ખરેખર પ્રસાદ છે, તે જ તેમની કૃપા છે. આ બહુમાનભાવરૂપ કૃપા ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર કર્મનો વિનાશ કરી, ગુણોને પ્રાપ્ત કરાવી સાધકને સાધનાના માર્ગમાં આગળ વધારી શકે છે.
દ્રોણાચાર્ય પ્રત્યેના બહુમાન અને અંતરંગ ભક્તિના ભાવથી જેમ એકલવ્ય દ્રોણાચાર્યની ધનુર્વિદ્યાને પામી શક્યો, તેમ ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ, તેમના પ્રત્યેનું બહુમાન સાધકને જરૂર આ ગુણોમાં આગળ વધારી શકે છે.
આપના પ્રભાવથી મને આ મળો, તેમ કહેવાથી માનાદિ કષાયને પણ સ્થાન મળતું નથી. કરોડોની સંપત્તિ સ્વપ્રયત્નથી પ્રાપ્ત કરનાર કુળવાન પુત્ર કદી કહેતો નથી કે, “આ મારું છે કે મેં આ મેળવ્યું છે,” પણ કહે છે કે, “આ વડીલોનું છે, તેમની કૃપાથી મળ્યું છે.” આમ કહેવાથી માનકષાય ઘટે છે, નમ્રતાદિ ગુણોનો વિકાસ થાય છે. ગુણપ્રાપ્તિનો આ જ માર્ગ છે.
ભગવાન તો વીતરાગ છે. રાગી પુરુષની જેમ તેઓ કોઈને આપવાની ઈચ્છાવાળા પણ હોતા નથી અને કોઈને આપતા પણ નથી. સિદ્ધાંતને જાણનાર આત્મા આ વસ્તુ ચોક્કસ સમજે છે, સાથે એ પણ સમજે છે કે, ભલે ભગવાન નથી આપતા, તો પણ ભગવાનના નિમિત્ત વિના જીવ શુભ ભાવમાં પ્રયત્ન કરી શકતો નથી અને શુભ ભાવ વિના અશુભ ભાવથી બાંધેલાં કર્મનો વિનાશ થતો નથી. આમ આ ગુણોની પ્રાપ્તિમાં ભગવાન જ નિમિત્ત છે. વળી, 3. મયુર્વ - મોડ-જ્ઞાન માદાભ્ય-ચણો વૈરાગ્ય-પુષિ
રૂપ-વીર્ય-પ્રયત્વેચ્છાથી-થર્મેશ્વર-નિષ | ‘ભગ’ શબ્દ સૂર્ય, જ્ઞાન, માહાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, લક્ષ્મી, ધર્મ, ઈશ્વર અને યોનિ અર્થમાં વપરાય છે. તેમાં સૂર્ય અને યોનિ છોડી બાર પ્રકારના અર્થ જેને લાગુ પડે છે, તેને ભગવાન કહેવાય છે.