________________
ઉવસગ્ગહર સૂત્ર
સૂત્ર પરિચય :
ઉપસર્ગોને હરનારું આ એક અતિ મહિમાવંત સૂત્ર છે. જૈન શાસ્ત્રોની પ્રથા પ્રમાણે પ્રાકૃત ભાષામાં ઘણા શ્લોકથી બનેલા મંત્રતુલ્ય સૂત્રોને “સ્તોત્ર' કહેવાય છે. તેમ આ સૂત્ર પણ એક સ્તોત્ર છે.
આ વિષમકાળમાં ધર્મમાર્ગ અનેક વિદ્ધ અને ઉપસર્ગવાળો હોય છે. તે વખતે આર્તધ્યાનાદિ અશુભ ધ્યાનનું નિવારણ કરવા માટે અને ધર્મમાર્ગને નિષ્કટક બનાવવા માટે આ સ્તોત્રનું સ્મરણ-જાપ-ધ્યાનાદિ અમોઘ નિવડે છે. એવા અનેક મહાપુરુષોનો અનુભવ હોવાથી “ઉવસગ્ગહર' = “ઉપસર્ગોને હરનારું એવું તેનું નામ “યથા નામ તથા ' એ ઉક્તિ મુજબ સાર્થક થયેલું છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની પુણ્ય પ્રકૃતિ વિશિષ્ટ છે. ગઈ ઉત્સર્પિણીમાં જ્યારે શ્રી દામોદર તીર્થકરના વચનથી અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવી ત્યારથી તેમની પૂજા-ભક્તિ ચાલી આવે છે, વળી, તેમના અધિષ્ઠાયક દેવો આજે પણ જાગૃત છે. આ દરેક કારણોને લક્ષ્યમાં લઈને આ સ્તોત્રમાં વિશેષ પ્રકારથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની અને તેમની સાથે સાથે તેમના પ્રત્યે અનન્ય ભક્તિભાવવાળા શ્રીધરણેન્દ્ર અને પદ્માવતીદેવીની ભક્તિ-સ્મૃતિ કરાઈ છે. ભક્તિરસને વહન કરતાં આ સ્તોત્ર દ્વારા શ્રદ્ધાસંપન્ન સાધક આધ્યાત્મિક અને 1. તો તુ યજ્ઞોમાનં - પંચાશક
પાયમાલાલ શો - ચૈત્યવંદન મહાભાષ્ય