________________
૧૩૪
સૂત્રસંવેદના-૨
પૂર્ણ પાલન કરવા સ્વરૂપ ભગવાનની શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજા કરી શકે. આ પૂજાનું સામર્થ્ય પોતાનામાં આવે તેટલા માટે જ ભગવાનની સ્તવના કરતાં, જે મુનિભગવંતો આવી શ્રેષ્ઠ કોટીની ભગવાનની પૂજા કરી રહ્યા છે, તે મુનિભગવંતોને સ્મૃતિપથમાં લાવી શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજાના અભિલાષ-પૂર્વક તેમને વંદના કરે છે. આમ ચૈત્યવંદનમાં મુનિભગવંતોને વંદના કરવી તે પણ યોગ્ય લાગે છે.
આ સૂત્ર બોલી ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરનારી સર્વ સાધુ ભગવંતોને વંદના કરી સાધક વિચારે છે -
ધન્ય છે આ મુનિ ભગવંતોને, જે પૂર્ણપણે ભગવાનની આજ્ઞા અનુસાર જીવન જીવે છે. તેથી આજ્ઞાપાલનpય શ્રેષ્ઠ ભક્તિ તો તેઓ જ કરે છે, હું તો માત્ર દ્રવ્યથી જ ભગવાનની ભક્તિ કરું છું, પરંતુ આ મુનિ ભગવંતોને વંદના કરતાં મારામાં યક્ષ એવી શક્તિ આવે. મારું એવું સજ્જ ખીલે કે, હું ય સ્માત્માની પ્રતિત્તિપૂજા કરી, કર્મ અપાવી સંસારસાગનો પાર પામી શકું !”
2. પ્રતિપત્તિ પૂજાની વિશેષ સમજણ માટે ‘ભૂમિકા' જુઓ.