________________
૧૩૬
સૂત્રસંવેદના-૨
ભૌતિક આપત્તિઓને ટાળી, પ્રભુ સાથે નકય સાધી શકે છે અને તે દ્વારા આત્મિક ઉન્નતિના શિખરો સર કરતો તે સિદ્ધિ ગતિ સુધી પહોંચી શકે છે.
આ સ્તોત્રની રચના કાર્યવશાત્ થઈ હતી જ્યારે શ્રીસંઘમાં વ્યંતરકૃત ઉપદ્રવ શરૂ થયો ત્યારે અંતિમ શ્રુતકેવલી ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રીસંઘના એ વ્યંતરકૃત ઉપદ્રવના નિવારણ માટે આ સ્તોત્ર રચ્યું હતું. ભદ્રબાહુસ્વામીના (સાંસારિક) ભાઈ વરાહમિહીર જૈનધર્મના કટ્ટર વિરોધી હતા. ભદ્રબાહુસ્વામીની ચોમેર પ્રસરતી કીર્તિને તેઓ સહી શકતા નહિ. એકવાર રાજાને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. સમગ્ર લોકો પુત્રજન્મના આનંદને વ્યક્ત કરવા આવ્યા; પરંતુ જૈન સાધુનો આચાર ન હોવાથી, ભદ્રબાહુસ્વામી ત્યાં આવ્યા નહિ. આ તકનો લાભ લઈ વરાહમિહીરે રાજાને વાત કરી કે, “આપને ત્યાં પુત્રજન્મ થયો છે, તે ભદ્રબાહસ્વામીને ગમ્યું નથી. તેથી તે પુત્રને આશિષ આપવા પણ આવ્યા નથી.” પૂ. ભદ્રબાહુસ્વામી સુધી આ વાત પહોંચી. તેમણે રાજાને જણાવ્યું કે, જે પુત્રનું સાતમે દિવસે બિલાડીથી મૃત્યુ થવાનું હોય, તે પુત્રના જન્મોત્સવમાં આવવાનું શું પ્રયોજન ? રાજાએ પુત્રની સુરક્ષા માટે ગામમાંથી સર્વ બિલાડીઓ દૂર કરાવી, છતાં બિલાડીના આકારના આગળા(ભૂગળ)થી (નકુચાથી) બાળકનું મૃત્યુ થયું. આચાર્યની વાત સત્ય ઠરી. ત્યારબાદ લોકોમાં વરાહમિહીરની નિંદા થવા લાગી અને ભદ્રબાહુની કીર્તિ વધુ ફેલાવા લાગી. આથી આવેશમાં આવી વરાહમિહીરે ઘોર તપશ્ચર્યા પ્રારંભી. નિયાણું કરી તે વ્યતર જાતિમાં ઉત્પન્ન થયો. છળ શોધી જૈન સંઘમાં અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યો. આ ઉપદ્રવનું નિવારણ, એ જ ઉવસગ્ગહરી સ્તોત્રની રચનાનું નિમિત્ત બન્યું.
આ સ્તોત્રની અનેકવિધ વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે, તેમાં અઢાર અક્ષરનો ‘મિસT પાસ વિસર વદ નિા 1િ' નામનો એક અત્યંત ફળદાયક મંત્ર મૂકવામાં આવ્યો છે. તે ધરણેન્દ્ર અને પદ્માવતીથી અધિષ્ઠિત છે. આજે પણ એકાગ્રચિત્તે આ મંત્રનો જાપ કરવાથી સર્વ આપત્તિઓ ટળે છે. જેમ આ મંત્ર શક્તિદાયક છે તેમ એ મંત્રથી યુક્ત આ આખું સ્તોત્ર પણ વિશિષ્ટ શક્તિ ધરાવે છે, પૂર્વમાં આ સ્તોત્ર બોલતાં દેવતાઓ હાજરાહજૂર થતાં; પરંતુ ભૌતિક સુખના ઇચ્છુક જીવો દ્વારા તેનો દુરુપયોગ થતો જોઈ આ સ્તોત્રની અમુક ગાથાઓ ભંડારી દેવામાં આવી છે. આજે પણ કેટલાક સ્થાને આ ગાથાઓ જોવા મળે છે પણ પૂર્વાચાર્યો દ્વારા તેની શક્તિ સંહરાઈ ગઈ છે.