________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
૨૪૭
સાર : સાર શ્રેષ્ઠ. ભગવાનનું “આગમ' સર્વ દર્શનોમાં શ્રેષ્ઠ છે કેમ કે, તેમાં આત્મા આદિ સર્વ પદાર્થનું, સર્વ નથી એટલે સર્વાગીણ વર્ણન કરેલ છે. આસ્તિક સર્વ ધર્મના સિદ્ધાંતોમાં આત્મા પુણ્ય-પાપ-પરલોક આદિની વાતો આવે છે. સંસારની અસારતા અને મોક્ષની શ્રેષ્ઠતાનું વર્ણન પણ હોય છે, પણ તે એક નય એટલે એક દૃષ્ટિકોણથી હોય છે. બીજા અનેક દૃષ્ટિકોણથી તેને જોવાનું બાકી રહે છે. આટલી તેમની અપૂર્ણતા છે, આથી સર્વ નયોથી સર્વ પદાર્થોને પરિપૂર્ણ જોનાર જૈન સિદ્ધાંત જ શ્રેષ્ઠ છે.
વીરામ-ગનિધિ સહિર સાધુ સેવે - વિરભગવાનના આગમરૂપ સાગરને હું સમ્યગૂ પ્રકારે સેવું છું.' વસ્તુતત્ત્વને જે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરે તેને “આગમ12 કહેવાય છે. અથવા
વીર પ્રભુને સાડા બાર વર્ષની સાધનાના અંતે કેવળજ્ઞાન પ્રગટ થયું. કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સારા ય જગતને યથાર્થરૂપે જોયું પોતાના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીની જિજ્ઞાસાને સંતોષવા ત્રણ શબ્દોમાં તેમણે જગત જેવું છે તેવું જણાવ્યું બીજબુદ્ધિના સ્વામી ગૌતમાદિ ગણધરોએ તેના આધારે દ્વાદશાંગીની રચના કરી તે દ્વાદશાંગીને આગમ કહેવાય છે. ત્યારપછીના મહાન મૃતધર પુરુષોએ આ આગમના આધારે અનેક ગ્રથો, ધર્મશાસ્ત્રો રચ્યા. કાળક્રમે જેમાના ઘણા નષ્ટ થઈ ગયા બહુ થોડા બચ્યા. છતાં પણ બચેલા આ શાસ્ત્રો એટલા બધા છે કે જેનો અભ્યાસ કરવામાં આવે તો જીવન ઓછું પડે.
મોજુદ શાસ્ત્ર વચનોને પોતાની બુદ્ધિ અને શક્તિ અનુસાર સમજવા પ્રયત્ન કરવો, સમજાયેલાં તત્ત્વો પ્રત્યેની તીવ્ર શ્રદ્ધા રાખવી અને શક્તિ અનુસાર શાસ્ત્ર બતાવેલા આત્મહિતકર કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અહિતકર બાબતથી નિવૃત્ત થવું, તે જૈનાગમનું આદરપૂર્વકનું સુંદર આસેવન છે.
જિજ્ઞાસા ? અસાર સંસારને ય સાગર સાથે સરખાવ્યો અને શ્રેષ્ઠ એવા શ્રુતજ્ઞાનને પણ સાગર સાથે સરખાવ્યું. વિરોધી ધર્મવાળી બે ચીજોને એક ઉપમાથી કઈ રીતે વ્યક્ત કરી શકાય ?
તૃપ્તિ ? કોઈપણ વસ્તુનાં સારાં-નરસાં બે પાસાં હોય છે. સમુદ્રનું પણ સારું પાસે તપાસીએ તો તે અનેકરૂપે સુંદર જણાય છે. તેના પાણીની ઊંડાઈ, અપાર પાણીનો સમૂહ, નિરંતર આવતી પાણીની લહરીઓ, ભરતીનો સમય, તેમાં રહેલાં રત્નો, આ બધું જોતાં સમુદ્ર ચોક્કસ અનેક લોકોના અંતરને આકર્ષે છે અને તેથી 12. મા-સમત્તાત્ જગતે વસ્તુતમનેને ત્યામ: